Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મોરબીમાં મહિલા સશકિતકરણ કાર્યક્રમ

 મોરબીઃ- જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ મોરબીના ઉપક્રમે મોરબી ખાતે મહિલા સશકિતકરણ કાર્યક્રમ હેઠળ એક દિવસીય કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં મોરબી જિલ્લાની પાણી સમિતિઓ તેમજ ખાસ કરીને મહિલા પાણી સમિતિના સભ્યો, ગ્રામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં ઉપસ્થિતોને પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી એસ.કે. જૈને જણાવ્યું હતું કે પાણી છેક નર્મદા નદીથી અહિ સુધી  ખુબજ ખર્ચ કરીને સરકાર દ્વારા પહોચાડવામાં આવે છે. ત્યારે આપણી પણ પ્રાથમિક ફરજ  સમજીને પાણીવેરા નિયમીત ભરવા જોઇએ તેમજ સ્થાનિક કક્ષાએ ભંડોળ હોય તો  સામાન્ય મરામત પણ તાત્કાલિક કરી શકાય .જેથી પાણીનો બગાડ પણ અટકી શકે. આ પ્રસંગે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ મોરબી યુનિટના મેનેજરશ્રી વાય.એમ. વંકાણીએ જળસંચય ઉપર ભાર મુકીને વધુમાં વધુ જળ સંગ્રહ થાય તેવા સરકારશ્રીના પ્રયત્નોમાં આપણે સૌ સહભાગી થઇ આવતી પેઢી માટે અત્યારથી જ જાગૃત થઇને પાણીનો વધુમાં વધુ જળ સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત  દેવાયત જારીયાએ  આગવી શૈલીમાં પાણીના મુલ્ય વિશે જણાવ્યું હતું.  જયારે કીરીટ  બરાસરાએ પાણીનું બજેટ અને તેનુ  મેનેજમેન્ટ વિશે માહિતી આપી હતી.  અને આનંદ જાનીએ પાણી સમિતિમાં  મહિલા સશકિતકરણની અગત્યના વિશે જાણકારી આપવામાં આવી હતી. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામ સોઢીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી પાણી સમિતિ સાથે સંકળાયેલ બહેનો તેમજ ભાઇઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યશાળા યોજાઇ તે તસ્વીર.(૨૨.૨)

 

(12:03 pm IST)