Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઉપલેટાના નાગલખડામાં જુગાર રમતા ૭ સમા ઝડપાયા

ઉપલેટા તા.૨૮: પાટણવાવ પી.એસ.આઇ. વાય.બી. રાણાને મળેલી હકીકતના આધારે નાગલખડા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા (૧) અસરફભાઇ અલીભાઇ સામા રહે. નાગલખડા, (ર) ગુલમામદ અલારખાભાઇ સમા રહે. નાગલખડા, (૩) દિલાવર નુરમામદભાઇ સમા રહે. નાગલખડા, (૪) મામદભાઇ હુસેનભાઇ સમા રહે. હાડફોડી, (પ) રજાકભાઇ ઓસમાણભાઇ સમા રહે. નાગલખડા, (૬) યુનુસભાઇ ઇસ્માઇલભાઇ સમા રહે. હાડફોડી, (૭) દિલાવર સુલેમાન સમા રહે. હાડફોડી વાળાઓ પાસેથી રૂ. ૨૧૪૦૦/- મોબાઇલ નંગ ૮ કિંમત રૂ. ૧૨૫૦૦/- તથા ૩ મોટર સાયકલ કિંમત રૂ. ૮૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૩,૯૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ કાર્યવાહીમાં હેડ કોન્સ. મેહુલભાઇ સુવા, અરૂણભાઇ ખટાણા, પોલીસ કોન્સ. દુષ્યંતરાજસિંહ વાળા, કેવીનભાઇ બોરખતરીયા, રવિભાઇ ચાવડા, મહિપાલસિંહ, ખીમજીભાઇ હુણ, પારસભાઇ જાંબુવડિયા સહિતના જોડાયા હતાં. (૧.૭)

 

(12:02 pm IST)
  • વર્તમાન સ્થિતિને અનુલક્ષી જૂનાગઢ મેળામાં જડબેસલાક બંદોબસ્ત: શિવરાત્રી કુંભ મેળામાં આઇજીપી સુભાષ ત્રિવેદી સહિત પોલીસ અધિકારીઓનું ફુટ પેટ્રોલીંગ - જાત નિરીક્ષણઃ યોગી આદિત્યનાથજી, વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોની સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્તઃ મીની કુંભ મેળામાં ૩૦ જેટલી રાવટીઓમાં પણ પોલીસ તૈનાત : ૨૫૦૦ પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ફરજ ઉપર access_time 11:35 am IST

  • ૧૦૦ રૂ.ની નવી નોટ આવી હશે : આરબીઆઇ ટુંક સમયમાં ૧૦૦ રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે નવી નોટમાં આરબીઆઇના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. access_time 3:44 pm IST

  • હિજરત : પાકિસ્તાનના લશ્કર દ્વારા કરવામાં આવેલા ગોળીબારોને કારણે સલામત સ્થળે જવા રવાના થતા પૂંછ નજીકના ગ્રામજનો. access_time 3:31 pm IST