Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ

પ્રભાસપાટણ તા ૨૮ :  વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે મહત્વની ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ આગામી તા.૭ માર્ચથી શરૂ થશે. આ પરીક્ષામાં ગીર-સોમનાથ જિલ્લામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ના થાય, મુકત અને પારદર્શક રીતે પરીક્ષા યોજવા  પરીક્ષા તંત્ર સજ્જ છે. આ પરીક્ષામાં ગેરરીતી કરનાર વિદ્યાર્થી હોય, શિક્ષક, સંચાલક કે કોઇપણ ચમરબંધી હશે તો તેમની સામે કાર્યવાહી થશે. તેેમ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે ઇણાજ ખાતે યોજાયેલ  જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા ધો. ૧૦માં ૨૫૦૫૨, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૧૨૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪૦૭૬ એમ કુલ ૪૧,૨૪૮  વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો. ૧૦  માટે ૨૬ પરીક્ષા કેન્દ્રો  ૮૩ બિલ્ડિંગ અને ૮૭૯  બ્લોક, ધો. ૧૨ સામાન્ય પ્રવાહ ૧૩ કેન્દ્રો, ૪૫ બિલ્ડિંગ અને  ૪૬૪ બ્લોક, તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪ પરીક્ષા કેન્દ્ર,૧૧ બિલ્ડિંગ અને ૧૧૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે.

જિલ્લામાં પરીક્ષા માટે સંવેદનશીલ કેન્દ્રો ઉપર વિશેષ કાળજી લેવાશે, અને પરીક્ષામાં બાધારૂપ થતા તત્વો સામે કડક હાથે કામ લેવાશે તેમ જણાવી જિલ્લા કલેકટરશ્રીએ કહ્યું કે, માત્ર ત્રણ કલાકની મહેનત  સામે આખુ વર્ષ ૩૬૫ દિવસ મહેનત કરનાર ધીર ગંભીર અને હોશીયાર વિદ્યાર્થીઓને પરીક્ષામાઙ્ગં અન્યાય ના થાય તેની  પુરતી તકેદારી લેવાશે. પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થીઓ  શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તેના  માટે સુચારૂ આયોજન કરાયું છે. વાલીગણ પણ સહયોગી બને તે જરૂરી છે.

જિલ્લાના કુલ ૯૬ કેન્દ્રો પૈકી ૬૫ કેન્દ્રો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. આ કેમેરાનુ ં લોકેશન યોગ્ય હોય તમામ વિદ્યાર્થીઓને આવરે તે જોવા જિલ્લા કલેકટરશ્રીએ પરીક્ષા  તંત્રનાં અધિકારીઓને તાકીદ કરી પરીક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓની વિશેષ જવાબદારી રહેશે તેમ ઉમેર્યુ હતું.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ. કૈલાએ/ ર કે પ ટકા લોકોને લીધે પરીક્ષા વ્યવસ્થાને નુકશાન થાય તે ચલાવી લેવાશે નહીં. શિક્ષકો આચાર્યો ખંત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા સાથે ગીર-સોમનાથ જિલ્લાને પરીક્ષામાં ગેરરીતી મુકત જિલ્લો બનાવવો છે.

જિલ્લા પરીક્ષા સમિતીની બેઠકમાં જિલ્લા , પ્રા. શિક્ષણાધિકારી સગારકા, જિલ્લા માહિતી અધિકારી અર્જુન પરમાર, પોલીસ ઇન્સ્પેકટર વાજા, શિક્ષણ સંઘનાં હોદેદારો, ઝોનલ અધિકારીઓ, પરીક્ષા સમિતી સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૩.૧)

 

(11:59 am IST)