Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભાણવડ પાલિકા દ્વારા સફાઇ કામમાં બેદરકારી : નદીમાં નર્કાગાર સ્થિતિ

ભાણવડ તા.૨૮ : મધ્યે વેરાડ ગેઇટ બહાર આવેલી નકદી નદીમાં જયાં નજર પહોચે ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા છે અને સફાઇ કે સ્વચ્છતાના નામે શુન્યાવકાશ જોવા મળી રહ્યો છે. સફાઇ અને સ્વચ્છતાના પોકળ દાવા કરી કરતા રહે છે. હાલ શહેરમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. સવાર સાંજ ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે શહેરમાં બિમારીનું પ્રમાણ વધ્યુ છે.

શહેરમાં હાલ ઠેર ઠેર સફાઇનો અભાવ વર્તાઇ રહ્યો છે અને શહેર મધ્યે બે નદીઓમાં નર્ગાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બંને નદીઓમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે તેમાં પણ વેરાડ નાકા બહાર નકટી નદીમાં તો રીતસર નર્ગાકાર સ્થિતિ છે અને આસપાસના રહીશો માટે બિમારીનું ઘર બની ગયેલ છે. નદીમાં ભરાયેલ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જે ડેન્ગ્યુ, મેલેરીયા સહિતના રોગો ફેલાવી રહ્યા છે. ત્યારે પાલિકામાં આ નકટી નદીની સાફ સફાઇ કરી કેનાલ આકારે બનાવવાનો કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો છે.(૪૫.૪)

 

 

(11:58 am IST)