Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઉપલેટા તાલુકા માટે સરકારના ઓરમાયા વર્તનથી રસ્તા પાણી અને વીજ પ્રશ્નો અણઉકેલ

 ઉપલેટા તા.૨૮ : જીલ્લા બક્ષી આગેવાન અને તા.પં.ના લોકપ્રિય પ્રમુખ લખાભાઇ ડાંગરે જણાવેલ છે કે ગત વિધાનસભાની ચુંટણીમાં લોકોએ કોંગ્રેસના લલીતભાઇને ૨૫૦૦૦ જેવી જંગી લીડથી વિજેતા બનાવ્યા ત્યારથી મોટાભાગના રોડ રસ્તાઓ સાવ તૂટી ફૂટી ગયા છે તેને રીપેરીંગ કે નવા બનાવામાં આવતા નથી ગામડાઓમાં પીવાના પાણીની મુશ્કેલી છે યુવાનોને બે રોજગારીનો પ્રશ્ન મોટો છે.

ખેડૂતોને પાકવિમો પણ મળતો નથી અને મળે છે તે મશ્કરીરૂપ મંજુર કરવામાં આવે છે ખેડૂતોને સિંચાઇનું પાણી મળતુ નથી નિયમીત જીળી મળતી નથી ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર ચાલે છે આ બધી મુશ્કેલીઓનું મુખ્ય કારણ વર્તમાન સરકાર આ તાલુકા પ્રત્યે ઓરમાયુ વર્તન રાખે છે ખેડૂતો યુવાનો અને શ્રમજીવીઓ ગરીબોમાં હજુ રોષ પ્રવર્તે છે.(૪૫.૪)

 

 

(11:57 am IST)