Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કાલાવડના ઉમરાળા ગામે ભુગર્ભ સંપ પાઇપલાઇનનું પુનમબેનના હસ્તે ખાતમુહૂર્ત

જામનગર તા. ૨૮ : કાલાવડ તાલુકાના ઉમરાળા ગામ ખાતે ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે કાલાવડ તાલુકાના ૮ ગામો માટેના ડબ્લયુ એસ.એસ.-૬ મીસીંગલીંક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્ર્મ અંતર્ગત ભુગર્ભસંપ, પંપહાઉસ પાઈપલાઇન, પંપીંગ મશીનરી કામનુ ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતુ તેમજ  ડબ્લયુ એસ.એસ.-૬ –જનરલ – રીજનલ ડબ્લયુ એસ.એસ હેઠળના અન્ય કામોની ઉદઘોષણા પણ કરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ નર્મદા પાઈપલાઈન તેમજ નિકાવા હેડવર્કસમાં ટેપીંગની કામગીરી કરવામાં આવશે અને ફિલ્ટ્રેશન પ્લાન્ટ દ્વારા ૫૪ ગામ અને ૪ પરાને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવશે.

ડબ્લયુ એસ.એસ.-૬ મીસીંગલીંક કાર્યક્રમ હેઠળ કાલાવડ ગ્રુપ યોજનાને અંદાજીત રૂ.૨૯૯.૭૫ લાખ વહિવટી મંજુરીથી આપવામાં આવ્યા છે આ કાર્યક્ર્મમાં જ ૪૮.૬૨ કિ.મી. લાંબી પીવીસી પાઈપલાઈન, આર.સી.સી. સંપ ૨ નંગ જેમાં (૧) ત્રણ લાખ લિટર ક્ષમતાનો ભુગર્ભ સંપ અરલા ગામ પાસે તેમજ  (૨) ૦.૫૦ લાખ લિટર ક્ષમતાનો ભુગર્ભ સંપ મછલીવડ ગામ પાસે અને ૨ પંપહાઉસ અને પંપીંગ મશીનરીને મંજુર કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કાર્યપાલક ઈજનેરશ્રી કોટા ઉપસ્થિત રહ્યાં હતા.(૨૧.૫)

 

(11:57 am IST)