Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ઉપલેટા ખાખીજાળીયા ભાયાવદરના રસ્તાને ડામર કરવાની ગઢાળાસરપંચ તથા ગ્રામજનો દ્વારા માંગઃ રોડમાં ઠેર ઠેર ગાબડા

 ઉપલેટા તા.ર૮: ગઢાળાના સરપંચ નારણભાઇ આહીરે ચિમકી આપતા ઉપલેટાથી ખાખીજાળીયા ભાયાવદર રોડ ઉપર ઠેર ઠેર મોટા ગાબડા પડેલ હોય ત્યારે આ રોડને પેવર કરી ડામરથી મઢવા માટે આ વિસ્તારના ગ્રામજનોએ માગણી કરેલ.

આ બાબતે રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને નારણભાઇએ પત્ર પાઠવી જણાવેલ કે આ રોડ પર દિવસ અને રાત્રી દરમિયાન મોટી સંખ્યાના વાહનો અવર જવર કરે છે ત્યારે આ રોડ અત્યારે સાવ બિસ્માર હાલતમાં છે જેથી વહેલી આ રોડનું કામ શરૂ કરવામાં નહી આવે તો આ વિસ્તારના ગ્રામજનોને સાથે રાખી જલદ આંદોલન કરવાની અંતમાં ચિમકી ઉચ્ચારેલ હતી.

ભાજપ કિશાન મોરચા અધિવેશનમાં હાજરી

યુપી ગોરખપુર ખાતે રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચાનું અધિવેશન ભાજપ રાષ્ટ્રીય અમીતભાઇ શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજીની ઉપસ્થિતીમાં યોજવામાં આવેલ. આ અધિવેશનમાં ગુજરાત કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં રાજકોટ જીલ્લાના કિશાન મોરચા પ્રમુખ વિજયભાઇ કોરાટ, મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા, રજનીભાઇ પટેલ સહીતનાઓ આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોટી વાવડીમાં શહિદ ફંડમાં એક લાખ બે હજાર જમા

મોટી વાવડી ગામે તાજેતરમાં પુલવામાં શહિદ થયેલા આપણા જવાનોને સમસ્ત ગામ દ્વારા શ્રધ્ધાંજલી આપી શહિદ ફંડમાં રૂપિયા એક લાખ બે હજાર જમા કરાવેલ હતા. આ તકે મોટી સંખ્યાના ભાઇ બહેનોઅને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. (૧૧.૪)

 

(11:56 am IST)