Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ધોરાજીમાં રખડતાં ભટકતાં ખૂંટીયાની લડાઈઃ બે ને ઈજા

ધોરાજી, તા.૨૮: ધોરાજીમાં રખડતાં ભટકતાં ઢોર ખૂટીયાની લડાઇમાં બે લોકોને ઈજા થતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયેલ છે.

ધોરાજીમાં રખડતાં ભટકતાં ઢોર પશૂઓનો ત્રાસ વધી રહયો છે. જાહેર માગો પર રખડતા ભટકતા ખૂટીયા પશૂઓની સમસ્યા એ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્ર વાહકો દ્વારા નક્કર કાર્યવાહી નહી કરાતી હોવાંની લોક ફરિયાદ ઉઠવા પામી છે.

ધોરાજીમાં શનીવારે રખડતા ભટકતા ખૂટીયાની લડાઈમાં બાઈક લઈને જતા બે વેપારીઓને ઈજા થતાં સારવારમા હોસ્પીટલ ખસેડાયેલ છે.

જેતપુર રોડ પર ખુંટીયાઓનુ ટોળૂ ફાઈટમા ઉતરતા રોડ પર પસાર થતા બે વૃઘ્ધોને પણ પછાડી દીધા હતા. બાદમાં ધોરાજીના વેપારી સુરેશભાઈ પોતાના બાઈક પર પોતાના પુત્ર શુભમને સ્કુલે મુકવા જતા હતા. આ દરમ્યાન આખલાઓની લડાઈમા હડફેટ લેતા સુરેશભાઈને પણ માથામા ઈજાઓ થતા  સારવારમાં ખસેડાયા હતા અને તેના પુત્રને નાની મોટી ઈજાઓ થયેલ હતી. ધોરાજી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુંટીયાઓનો ત્રાસ વધતો જાય છે. અવારનવાર રોડ પર ખુંટીયાની લડાઈના દ્રશ્યો સર્જાય છે. જેમાં નિર્દોષ નાગરીકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે તંત્ર વાહકો દ્વારા રખડતાં ભટકતાં ઢોર પશૂઓની સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠી છે.

ધોરાજીના સિનીયર વયોવૃધ્ધ શામજીભાઈ બૂટાણીએ જણાવયૂ હતું કે ધોરાજીમાં રખડતાં ભટકતાં ઢોર પશૂઓનો ત્રાસ વધી રહયો છે ત્યારે તંત્ર વાહકોએ રખડતા ભટકતા ઢોર પશૂની સમસ્યા હલ કરવા નક્કર કાર્યવાહી કરાઇ તેવી માંગણી કરાઈ છે.(તસ્વીર. કિશોર રાઠોડ)(૨૩.૬)

 

(11:54 am IST)