Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જસદણ પીઆઇ અને બે હેડકોન્સ્ટેબલનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ

જસદણ, તા.૨૮:- ગત ગુરૂવારે મોડીરાત્રે જસદણના ગઢડીયા રોડ ઉપર શિવનગરમાં આવેલ હરીકૃષ્ણ ઓઈલ મીલના શેડમાં આરઆરસેલની ટીમે જસદણ પોલીસને ઉંદ્યતી રાખી દરોડો પાડી ૫૭૯૬ નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સહિત રૂ.૧૭,૧૫,૨૦૦ નો મુદ્દામાલ અને જગદીશ ધીરૂભાઈ હીરપરા(રહે-બજરંગનગર, રામપરા, જસદણ) નામના શખ્સની ધરપકડ કરી હતી. જયારે આ બનાવમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપીઓ ભનુ ઉર્ફે કાળુભાઈ દાદાભાઈ ખાચર(રહે-ચીતલીયા, ) અને  બુટલેગર હરેશ ઉર્ફે હકન મનસુખભાઈ છાયાણી(રહે-જસદણ) નાસી છૂટતા આરઆરસેલની ટીમે બન્ને શખ્સો વિરુધ્ધ જસદણ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જોકે રાજકોટના રૂરલ એસ.પી. બલરામ મીણાએ આ બનાવમાં જસદણના પીઆઈ એ.બી.પટેલ અને બે હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઈ ધીરૂભાઈ મજેઠીયા તેમજ રમેશભાઈ તેજાભાઈ પરમારની જવાબદારી ફીકસ કરી ત્રણેયને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવના પગલે જસદણ તાલુકા સર્વ સમાજ અને સામાન્ય જનતા દ્વારા જસદણના આરામગૃહ ખાતેથી તાલુકા સેવાસદન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા તથા માર્કેટિંગ યાર્ડના ડિરેકટર અને પાલિકાના કોપારટર નરેશભાઇ ચોહલીયા મુસ્લિમ અગ્રણી રફીકભાઇ રાવાણી સદસ્ય વિનુભાઇ બુટાણી મનિષભાઇ કાછડીયા ભાવેશભાઇ વધાસીયા અલ્પેશભાઇ રૂપારેલીયા રાજાભાઇ કુભાણી બશિરભાઇ પરમાર સોનલબેન વસાણી, ડો.કમલેશભાઈ હીરપરા, વિપુલભાઈ ચાંવ, જયેશભાઈ પરમાર, ડી.કે.પરમાર, રાજેશભાઈ પરમાર સરપંય પરેશભાઇ રાદડીયા અશોભાઇ બથવાર સહિતના આગેવાનો અને સામાન્ય જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા અને જસદણ પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરીને  સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

 આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જસદણના પીઆઈ એ.બી.પટેલ જસદણ મુકામે પોસ્ટીંગ થયા બાદ જસદણની સ્કૂલો તથા કોલેજોએ જતી વિદ્યાર્થીનીઓ તેમજ સગીર બાળાઓને સ્કૂલ તથા કોલેજે ભણવા જતા સમયે અવારનવાર રોમિયો દ્વારા છેડતીના બનાવો અગાઉ બનતા હતા. તે સદંતર બંધ થઈ ગયેલ અને શાંતિ સ્થાપેલ, ત્યારબાદ તેવી સરાહનીય કામગીરી કરેલ જેથી આવા જાંબાજ અધિકારી અને બન્ને પોલીસમેનોને જે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમનું સસ્પેન્શન પાછું ખેંચીને ફરીથી જસદણમાં જ મુકવામાં આવે સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી આબાબતે ઉડીન આખ વળગે તેવી ચર્ચા એ થતી હતી કે પ્રસાશનનો અનેક વખત ઉપયોગ કરનાર એકપણ  ઉપસ્થિત નહી રહેતા લોકોમા મોઢા તેટલી ચર્ચાઓ જાગી હતી.(૨૨.૬)

//

(11:53 am IST)