Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ટયુશન કલાસીસ ભાવનગર મહાપાલીકાના રડારમાં: ર૦૦થી વધુને વેરા નોટીસ

ભાવનગર તા. ર૮ :.. ભાવનગર શહેરમાં ધમધમતા ટયુશન કલાસીસ સંચાલક પેઢીઓ અને કર્મચારીઓ પાસેથી વ્યવસાયવેરો વસુલવા મહાપાલિકાએ કમર કસી છે હાલ શહેરમાં તમામ ટયુશન કલાસીસનો સર્વે ચાલુ કરીને નોટીસ ફટકારવાની કાર્યવાહી ગતીમાં છે. ટયુશન કલાસના વ્યવસાય વેરા પેટે વાર્ષિક મીનીમમ રૂપિયા પ લાખની આવક થવાની સંભાવના મહાપાલિકા જોઇ રહી છે.

મહાપાલિકા વ્યવસાય વેરો વસુલવા કડક હાથે કામ લેવા મ્યુ. કમિશ્નર ગાંધીએ સુચના આપી છે. આથી વ્યવસાય વેરાના ડાયરામાં આવતા ટયુશન કલાસીસ, ડોકટરો, વકીલો વગેરે પાસે વસુલાત અંગે સર્વે હાથ ધરાયો છે. તેમાં ભાવનગર શહેરમાં ર૦૦ જેટલા ટયુશન કલાસ સામે મહાનગરપાલીકાના ચોપડે ૮૦ પેઢી જ બોલે છે. આથી સર્વે હાથ ધરી નોંધાયેલા તેમજ નહીં નોંધાયેલા સંચાલકો પાસેથી વ્યવસાય વેરા પેટે વાર્ષિક રૂ. ર૦૦૦ વસુલવા તેમજ ફેકલટી હાયર કરતી પેઢીઓમાં રૂ. ૬૦૦૦ થી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ પાસેથી માસીક વ્યવસાય વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરાઇ છે. મહાનગર પાલિકાની ટીમ દ્વારા ટયુશન કલાસના સર્વે કરવા તથા નોટીસની કાર્યવાહી હાથ ધરી છે. (પ-૩૦) 

 

(11:50 am IST)