Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કોડીનારના ૪૦ પોલીસ કર્મીઓની સામૂહીક બદલીઃ ૪૦ની સામે ૩૧ની નિમણૂંક

કોડીનાર, તા.૨૮:- ગીર સોમનાથ એસ.પી.એ જિલ્લામાં પોલીસ કર્મીઓની સામુહીક બદલીઓ કરતા અને આ બદલીમાં કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૪૦ પોલીસ કર્મીઓની પણ બદલી થતા પોલીસ બેડામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના એસ.પી.રાહુલ ત્રિપાઠીએ ૩ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને અન્ય જગ્યાએ બદલીઓ માટે માંગણી કરનાર કુલ ૧૭૮ પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી સામુહિક બદલીઓ કરતા અને આ બદલીમાં કોડીનાર પોલીસના ૪૦ કર્મીઓની પણ બદલીનો ઓર્ડર છૂટતાં લોકસભા ચૂંટણી અનુસંધાને મોટાપાયે બદલીઓ કરાઇ હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. હવે કોડીનાર પોલીસમાં નવા ચહેરાઓ નજરે પડશે. જીલ્લા એસ.પી.એ. કોડીનારના ૪૦ પોલીસ કર્મીઓની બદલીની સામે ૩૧ પોલીસ કર્મીઓને કોડીનારમાં નિમણુક કરી છે.(૨૨.૫)

(11:49 am IST)