Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પોરબંદર દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ કે બિનવારસી વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવી

દેશની આંતરિક સુરક્ષામાં નાગરિકોને સહભાગી થવા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહની અપીલ

 પોરબંદર તા.ર૮ : ભારતીય વાયુસેના દ્વારા બોમબમારો કરીને આતંકવાદીઓનો કેમ્પને ખતમ કર્યા બાદ દેશની આંતરીક સુરક્ષા માટે પોલીસે સહકાર આપી દેશની સુરક્ષામાં સહભાગી બનવા તેમજ ભીડ ભાડ વાળા વિસ્તારો જેમ કે મોલ માર્કેટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો જેવીજાહેર જગ્યાઓ ઉપર કોઇપણ શંકાસ્પદ વ્યકિત કે બિનવારસી વસ્તુઓ દેખાય તો અડવી નહી અને તુરંત પોલીસને જાણ કરવ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહે અપીલ કરી છે.

પોરબંદરમાં મોટો દરિયાકાંઠો આવેલ હોય અને સંવેદનશીલ હોય જેથી દરીયાઇકાંઠાના રહીશોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે કાંઠા વિસ્તારમાં કોઇપણ શંકા ઉપજાવે તેવી હિલચાલ હોય તો તુરંત અથવા તો સ્થાનિક પોલીસ એસઆરટી, જી.આર.ટી.નો સંપર્ક કરવો આસપાસના વિસ્તારમાં કોઇ અજાણ્યા શંકાસ્પદ વાહન મળી આવે તો તેની જાણ કરવી.

હાલના બનાવને લઇને ઘણા ખોટી અફવા સોશીયલ મીડીયા ઉપર ફરી રહયા છે ભવિષ્યમાં આવા ખોટા અફવાવાળા મેસેજો ફરવાની શકયતા છે આવી ખોટી અફવાવાળા મેસેજ ઉપર ભરોશો નહી કરી ખોટી અફવા ફેલાવતી અટકાવી તેમ પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. પાર્જરાજસિંહની અપીલ તથા સંપર્ક માટે પી.ડી. દરજી પો. ઇન્સ. એલસીબી અને એસઓજી પોરબંદર મો.૯૪ર૭૩ ૬૬પ૦૮, એન.કે. મણવર પીએસઆઇ એસઓજી મો.૯૯૦૯૦ ૬૧૭૭૭ પીએસઆઇ  એચ.એન. ચુડાસમા મો.૯૯રપ૦ ર૪૩ર૪ પોરબંદર પોલીસ કંટ્રોલ ફોન (૦ર૮૬) રર૪૦૯રર તથા ફોન ૧૦૦ ઉપર જાણ કરવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે. (પ૧.૧પ)

 

(11:48 am IST)