Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

આ વર્ષે પણ કેરીના પાકને ''માવઠુ'' નડી ગયુ

બે દિવસ ધુપ-છાવ-કમોસમી વરસાદી વાતાવરણ બાદ સવારથી મિશ્ર હવામાન

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવતછે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડકની અસર બાદ આખો દિવસ ઉકળાટનો અહેસાસ થાય છે.

સવારના સમયે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે અસહ્ય ઉકળાટ સાથે લોકોને આકરા ઉનાળાનો અનુભવ થાય છે.

દર વર્ષે કેરીના પાક પહેલા માવઠુ-કમોસમી વરસાદ પડે છે જેના કારણે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાય છે.

બે દિવસ માવઠુ પડ્યા બાદ જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં કેરી,ઘઉં, જીરૂના પાકમા વ્યાપક નુકશાન થયુ છે.

માળીયાહાટીના

માળીયા હાટીનાઃ શહેર તથા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગત સાંજે અચાનક વાદળ છાયું વાતાવરણ થઇ રાત્રીના ૩-૩૦ ના અરસામાં ધીમીધારે વરસાદ વરસતા લાગતા પાણી ન ખાબોચિયા ભરાયા હતા અને આ વરસાદથી સિયાળુ પાક ઘઉં, જીરૂ તથા આંબાના પાકમાં આંશિક નુકશાન થયાનું ખેડૂતો દ્વારા જાણવા મળેલ છે તો આ કમોસમી વરસાદના કારણે રોગચાળો ફેલાવાની વક્કી પણ છે.

જામનગર

જામનગરઃ શહેરનુ હવામાન મહતમઃ૨૯, લઘુતમઃ ૧૪.૫, ભેજઃ૯૨ ટકા, પવનઃ ૨.૭ કીમી પ્રતિ કલાક રહી હતી.(૭.૧૦)

(11:47 am IST)