Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જામજોધપુર પાલિકાનાં જનરલ બોર્ડમાં આક્ષેપોઃ વિપક્ષનો વોકઆઉટ

જામજોધપુર તા.૨૮: નગરપાલિકાનું ગત જનરલ બોર્ડ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ફરી તા. ૨૭ના રોજ મળતા જે ફરી આક્ષેપોના મારા સાથે ધણધણતા વિપક્ષોએ વોકઆઉટ કરેલ જેમાં ગત વખતે થયેલ ઠરાવો તેમજ કામોને અપાયેલ બહાલઓના પગલે એજન્ડા સાથે ન મળતા હોય વિપક્ષપદે રહેલ તમામ વિપક્ષ સદસ્યોએ વોકઆઉટ કરેલ હતું.

રાજ્યમાં નંબર મેળવવા મુખ્ય વિસ્તારમાં જ સફાઇ ચલાવવામાં આવે છે બાકી અંદરના વિસ્તારોમાં કચરાના ઢગ ખડકાયા છે. તેમજ મિલ્કતોની આકારણી કરવામાં પણ મનમાની કરી પ્રજા પર બોજ વધાર્યો છે. ટેન્ડરમાં ન  હોવા છતા નાંખવામાં આવેલ નળ જે.કોના ફાયદા માટે?

ભુગર્ભનું કામ પણ, સી.સી.રોડ જેવું ગુણવતા વિનાનું થાય છે. પ્રજાના કામો સમયસર થતા નથી ઉદ્ધતાઇભર્યા જવાબો અપાય છેે. ધારાસભ્ય દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટો ને ટલ્લે ચડાવી વ્હાલા-દવલાની નીતિ રાખી પ્રજાના કામો ટલ્લે ચડાવાય છે. ગત બોર્ડમાં સફાઇ મશીન ખરીદીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વિપક્ષોએ જણાવેલ. જે અંગે ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરેલ છે. છતાં કોઇ જાતની તપાસ કરવામાં આવતી નથી.(૧.૧૧)

 

 

(11:43 am IST)