Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

માળીયામિંયાણા નજીક અકસ્માતમાં અમરેલીના આમજા મલેકનું મોત

હરીપર પાસે ઓવરટેક કરવા જતા બોલેરો ટ્રક પાછળ ઘુસી જતા ચાલાકના મોતની અરેરાટી

 મોરબી, તા.૨૮: માળિયાના હરીપર નજીક ગત રાત્રીના સમયે ટ્રક પાછળ કાર ઘુસી જતા બોલેરા ચાલાકનું મોત થયું છે.

મળતી વિગતો મુજબ ભાવનગરના મહુવાના રહેવાસી અલ્તાફ દિલાવર સોરઠીયા (ઉ.વ.૧૮) વાળાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બોલેરો કાર નં જીજે ૦૪ એ ડબલ્યુ ૦૫૪૨ ના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી માળિયાના હરીપર નજીક આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક નં જીજે ૧૨ એટી ૬૧૩૭ પાછળ ભટકાડી અકસ્માત સજર્યો હતો જેમાં કાર ચાલક આમજા રફીક મલેક (ઉ.વ.૨૦) રહે ટાવર રોડ અમરેલી વાળાનું મોત નીપજયું છે.(૨૩.૭)

(11:42 am IST)