Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જામનગર મરીન પોલીસ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ માછીમારોના આઈડી કાર્ડ સહિત બોટોમાં સઘન ચેકીંગ

 

જામનગર :એર સર્જિકલ સ્ટ્રાઈક બાદ દેશમાં આનંદ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના દુશ્મનો પોતાની નાપાક હરકત કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓને ચુસ્ત બંદોબસ્ત રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જેને પગલે રાજ્યનો સૌથી મોટો દરિયાકિનારો ગણાતા જામનગરમાં મરીન પોલીસ દ્વારા સતત દરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને માછીમારી કરતા માછીમારાના આઈડી કાર્ડ સહિત બોટોમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

(10:25 pm IST)