Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

અંકલેશ્વરમાં રેપીડ એક્શન ફોર્સની પ્લાટુન અને શહેર પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ

વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તાર થી વાકેફ કરવામાં આવ્યા હતા

 

અંકલેશ્વર :રેપીડ એક્શન ફોર્સ બટાલીયનની એક પ્લાટુન અંકલેશ્વર શહેર પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની ભૌગોલીક પરિસ્થિતિ થી પરીચિત થાય અને શહેર માં શાંતિપૂર્ણ માહોલ જળવાય રહે તેમજ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી આસીસ્ટન્ટ કમાન્ડર વિનોદ કુમાર અને શહેર પોલીસ મથક ના પીએસઆઇ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતી માં ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ફ્લેગ માર્ચ શહેર પોલીસ મથકે થી નીકળી શહેરનાં પંચાતી બજાર ,કસ્બાતીવાડ ,કાગડીવાડ, ગોયાબજાર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તાર થી વાકેફ કરવામાં આવ્યા હતા . ફ્લેગ માર્ચમાં ફોર્સનાં જવાનો અને શહેર પોલીસ મથકનાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:27 pm IST)