Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી: MLA દેથરીયાની ઉર્જા મંત્રીને રજુઆત:’ખેડુતોને દિવસભર પાવર સપ્લાય કરો’

દેશભરમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણીવાર ખેડૂતોને દિવસે વીજળી ન મળતાં ખેડૂતો રાત્રે પિયત કરવા મજબૂર બન્યા છે. આ મામલે   ટંકારા પડધરી વિધાનસભાના ધારાસભ્ય તથા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ રાજયના ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને મોરબી જીલ્લાના ખેડુતોને પાવર સપ્લાય ટાઈમ ટેબલ નિશ્ચિત કરવા રજુઆત કરી હતી.

 

આ મામલે MLA  દેથરીયાએ રજૂઆત કરી હતી કે, મોરબી જીલ્લામાં ખેતીમાં પાવર સપ્લાય ત્રણ પાળીઓમાં અપાય છે અને હમણા ઘણા સમયથી જીલ્લાના ઘણા ફીડરોમાં સતત રાત્રીના પાવર સપ્લાય મળે છે. રાત્રીના પાવર સપ્લાય મળવાના કારણે અને શિયાળાની ઠંડીની ઋતુ હોવાના કારણે ખુડુતોને  હેરાનગતી પડે છે. ત્યારે સંપુર્ણ દિવસની પાળીમાં પાવર સપ્લાય કરવી અનિવાર્ય છે. તેમ રજૂઆત કરી હતી.

(11:41 pm IST)