Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી Lcb એ વાકાનેરનાં પંથકમાંથી ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્શને પકડી પાડયો.

મોરબી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ગત મોડી સાંજે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ જેમાં મોરબીમાં ડ્રગ્સ ની બદી ફેલાતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલ.સી.બી ટીમને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાન નાં બાડમેર જીલ્લાનો વતની અને હાલ વાકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં રહી કામ કરતા ઓમપ્રકાશ વેચાણ માટે ડ્રગ્સ નો જથ્થો મંગાવી ને રાખેલ છે જેથી એલ.સી.બી ટીમે દરોડો પાડ્યો હતો જેમાં ૧૩૦ ગ્રામથી વધુ ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની કબૂલાત આપી બાડમેર થી પોતાની સાથે લાવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી ત્યારે આં જથ્થો કોની પાસેથી આવ્યો હતો મોરબી જીલ્લાના કોને આપવાનો હતો જેની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

 

(11:35 pm IST)