Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીના નાની બજાર ચોક નજીકથી મકાનમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૩ આરોપી ઝડપાયા.

મોરબીના નાની બજાર ચોક નજીકથી ખંડેર મકાનમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૩ શખ્શોની સીટી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે નાનીબજાર ચોકથી આગળ બુડાબાવાની શેરીના નાકે ખંડેર મકાનમાં આરોપી અકરમ મહેબુબભાઇ શાહમદાર અને એજાજ મહેબુબભાઇ ચાનીયા પોતાના કબ્જામાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ રૂપિયા ૩૦૭૫૦ની ૬૬ બોટલ સાથે ઝડપાયા હતા.

પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ જણાવ્યુ હતું કે, તે આરોપી રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા પાસેથી દારૂનો જથ્થો મેળવી ખંડેર મકાનમાં વેચાણ કરવા અર્થે રાખતા હતા. જે મામલે પોલીસે વધુ તપાસ દરમિયાન આરોપી ઋષિરાજસિંહ જાડેજા પણ ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:31 pm IST)