Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

માંગરોળના મેખડી ગામની સીમમાં જુગાર રમતા ૭ ઝડપાયાઃ લાખોનો મુદામાલ કબ્‍જે

જુનાગઢ, તા.૨૮: માંગરોળ તાબેના મેખડી ગામની સીમ વિસ્‍તારમાં આવેલ કબ્‍જા ભોગવટાની વાડીએ મકાનમાં જુગાર રમતા કુલ ૭ શખ્‍સોને રોકડ રૂા.૩,૦૬,૬૨૦ તથા અન્‍ય મુદામાલ સહિત કુલ રૂા.૩,૫૮,૬૨૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ રેન્‍જના મહાનરાક્ષક શ્રા મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/ જુગારની બદી નેસ્‍તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ પોલીસ ઇન્‍સ.શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા પોલીસ સ્‍ટાફ સતત પ્રયત્‍નશીલ હોય. ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના માણસો પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આપવામાં આવેલ પ્રોહી/જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન પો.ઇન્‍સસ.શ્રી જે.એચ.સિંધવ તથા પો.સ.ઇ.શ્રી જે.જે.ગઢવી તથા એ.એસ.આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી તથા જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવાને અગાઉથી ચોકકસ ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, માંગરોળ તાલુકાના મેખડી ગામનો નાથા માંડાભાઇ ઓડેદરા મેર કે જે મેખડી ગામની સ્‍મશાન સીમ વિસ્‍તારમાં આવેલ પોતાના કબ્‍જા ભોગવટાના ખેતરે આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી ગંજી પતાના પાના વડે પૈસાની હારજીત કરી તીન પતીનો જુગાર રમી રમાડી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય. જે બાતમી હકિકત આધારે અંગત બાતમીદારો મારફતે ખરાઇ ખાત્રી કરાવતા આ જગ્‍યાએ જુગારનો અખાડો ચાલુ હોવાની ખાત્રી થતા પો.સ્‍ટાફ સાથે આ જગ્‍યાએ રેઇડ કરતા જુગાર રમતા-૭ પુરૂષોને પકડી પાડી રોકડા રૂ.ર,૮૭,૧ર૦/ તથા નાલના રૂ.૧૯,૫૦૦/ તથા મો.ફોન-૭ કિ.રૂ.પર,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૫૮,૬ર૦/ના મુદામાલ સાથે મળી આવતાં તમામ ઇસમો વિરૂધ્‍ધ શીલ પો.સ્‍ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૫૫ર૩૦૦૩ર/ર૩ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ ગુન્‍હો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે.

 જુગાર રમતા મળી આવેલ આરોપીઓ :-

(૧) નાથાભાઇ માંડાભાઇ ઓડેદરા ઉવ.૪૨ રહે. મેખડીગામ, દલીત વાસની બાજુમાં, વાડી વિસ્‍તાર તા.માંગરોળ જી. જૂનાગઢ (૨) બાબુભાઇ જીણાભાઇ વાસણ ઉવ.૫૬ રહે.ચોરવાડ, સરકારી હોસ્‍પીટલની સામે તા.માંગરોળ જી.જુનાગઢ (૩) હરેશભાઇ લખમણભાઇ ભરડા ઉવ.૩૦ રહે. શીલ, ખારાજાંપા વિસ્‍તાર તા.માંગરોળ જી. જુનાગઢ (૪) રામાભાઇ દેવશીભાઇ કડછા ઉવ.૩૪ રહે. કડછગામ, તોબડા વાડી વિસ્‍તાર તાજી. પોરબંદર (૫) લીલાભાઇ શામળાભાઇ ઓડેદરા, ઉવ.૨ર૯ રહે.મેખડીગામ, મેઇન બજાર વિસ્‍તાર તા.માંગરોળ જી.જૂનાગઢ (૬) રણમલભાઇ લાખાભાઇ ઓડેદરા ઉ.વ. ૪૫ રહે. છત્રાવાગામ, વાછરા ડાડાના મંદિરની પાછળ તા.કુતીયાણા જી. પોરબંદર (૭) મનીષભાઇ પોલાભાઇ કિંદરખેડીયા ઉવ.૩૮ રહે.ફુલરામા ગામ, મીતી જતા રોડ ઉપર વાડી વિસ્‍તાર તા.માંગરોળે

કબ્‍જે કરવામાં મુદ્દામાલઃ રોકડા રૂા.૨,૮૭,૧૨૦, નાલના રોકડા રૂા.૧૯,૫૦૦ મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા.૫૨,૦૦૦ એમ કુલ કિં.રૂ.૩,૫૮,૬૨૦નો મુદામાલ ઝડપી પાડેલ.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍ી શ્રી જે.એચ.સિંધવ, પો.સ.ઇ. જે.જે.ગઢવી, એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ, પો.હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ, પો.કોન્‍સ દિપકભાઇ બડવા તથા વનરાજભાઇ ચાવડા વિગેરે પોલીસ સ્‍ટાફ જોડાયા હતા.

(1:38 pm IST)