Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સાવરકુંડલાના ગાધકડામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

સાવરકુંડલા : ભારતના ૭૪માં પ્રજાસત્તાક પર્વની સાવરકુંડલા તાલુકા કક્ષાની ઉજવણી ગાધકડા ગામ માં કરવામાં આવી હતી.અહી  પ્રાંત અધિકારી  ડી.એચ. ભાલાળા સાવરકુંડલાના અધ્‍યક્ષ સ્‍થાને ઉજવવામાં આવ્‍યો તેમાં મામલતદાર , ટી.ડી.ઓ., સાવરકુંડલા ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા  અને તાલુકા પંચાયતના સદસ્‍ય જીતુભાઈ કાછડીયા  ઉપસ્‍થિતિ હતી. તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યું તથા શાળાના બાળકોએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા.ગાધકડા પે સેન્‍ટર શાળાના બાળકો દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્‍યો. આ કાર્યક્રમમાં ગાધકડા હાઇસ્‍કૂલના આચાર્ય મલયભાઈ ભટ્ટ, ગાધકડા પે સેન્‍ટર શાળાના આચાર્ય મેહુલભાઈ ત્રિવેદી,  એ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : દિપક પાંધી, સાવરકુંડલા)

(1:32 pm IST)