Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબી : ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી તા. ૨૮ : મોરબી પીપલ્‍સ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.માંથી લોન લેનારનો ચેક રિટર્ન થતા આરોપીને એક વર્ષની સજા તથા ૯ ટકા વ્‍યાજ ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી પીપલ્‍સ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.માંથી બટુકસિંહ વજેસિંહ રાઠોડે લોન ઉપાડી હતી. લોન ચૂકવવાનો ચેક તેઓએ આપેલ હતો. જે ચેક રિટર્ન થતા કો.ઓપ. સોસાયટીએ મોરબી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસ એડી જયુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બટુકસિંહ રાઠોડને એક વર્ષની સજા તથા ૯ ટકા વ્‍યાજની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. આરોપી સામે સજા વોરંટ ઇસ્‍યુ કરેલ છે. આ કેસમાં કો.ઓપ. સોસાયટી વતી મોરબીના વકીલ અલ્‍પેશ પી. હાલપરા રોકાયેલ હતા.

(1:30 pm IST)