Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વિસાવદરના સરસઇ ગામે મોટી બહેનના હાથમાંથી પડી જતા ૬ માસની બાળકીનું કરૃણ મોત

માનસિક બિમારીથી કંટાળી કેશોદના વૃધ્ધનો આપઘાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮ : વિસાવદરના સરસાઇ ગામે મોટી બહેનનાં હાથમાંથી પડી જતા ૬ માસની નાની બહેનનું કરૃણ મોત થયું હતું.

સરસાઇ ગામનાં ગોપાલભાઇ હરિભાઇ રામાણીની દિકરી તેની ૬ માસની નાની વિહાન બહેનને તેડી મકાનના ફળીયામાં રમાડતી હતી.

ત્યારે ઘરની ઓસરીમાં ઠેસ વાગતા પડી જવાથી વિહાનનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઇ હતી.

આપઘાત

કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય નરોતમભાઇ તુલસીભાઇ જેટાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇને આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દવા પીતા મોત

વંથલી તાલુકાના કોયલી ગામના ધવલ દિલસુખભાઇ ચિત્રોડા નામનાં યુવાને કોઇ કારણસર ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લેતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

(1:26 pm IST)