Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગિરનાર રોપ-વે ૩ દિ' બાદ પૂર્વવત

પવન સામાન્ય થતા રોપ-વે શરૃ કરાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮   : ત્રણ દિવસ બાદ આજે સવારથી ગિરનાર રોપ-વે સેવા પુર્વવત થતા પ્રવાસીઓ સહિતના લોકોએ હાશકારો અનુભવ્યો છે.

તીવ્ર ઠંડીની સાથે સુસવાટા મારતો તીવ્ર પવન ફુંકાતા જુનાગઢનાં ગિરનાર પર જવા માટે રોપ-વે બુધવારથી બંધ રાખવાની ફરજ પડી  હતી. જોક ે ગુરૃવારે પવનની ગતિ મંદ પડતા બપોર બાદ રોપ-વે શરૃ કરાયો હતો.

પરંતુ ગઇકાલે આખો દિવસ ઝંઝાવાતી પવન ફુંકાતા યાત્રિકોની સલામતી સબબ રોપ-વે બંધ રાખવામાં આવેલ. આજે ચોથા દિવસ પવન સામાન્ય થતાં ગિરનાર રોપ-વે રાબેતા મુજબ શરૃ કરવામાં આવ્યો હોવાનું ઉષા બ્રેકો કંપનીના હેડ દિપક કપલીસે જણાવ્યુ઼ હતુ અને ત્રણ દિવસ દરમિયાન રોપ-વે બંધ રહેવાથી યાત્રિકોને પડેલી મુશ્કેલી અંગે ખેદ વ્યકત કર્યો હતો.

(6:49 pm IST)