Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદરઃ ફાયનાન્‍સમાં લીધેલ ટ્રક ભાંગી નાખવાના ગુનામાં આરોપીના જામીન મંજૂર

પોરબંદર તા. ર૮ :.. ફાયનાન્‍સમાં લીધેલો ટ્રક ભાંગી નાખવાના ગુન્‍હામાં પોરબંદર ડીસ્‍ટ્રીકટ કોર્ટ આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

હાલના આધુીનક જમાનમાં ફાયનાન્‍સમાંથી મોટા પ્રમાણમાં ટ્રકની ખરીદી કરવામાં આવે છે. અને પછી હપ્તા ન ભરી શકવાના કારણે એગ્રીમેન્‍ટ કરી ટ્રકનું વેચાણ કરી નાખવામાં આવતુ હોય છે. તેવા જ એક કિસ્‍સામાં ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં અનિરતસિંહ પ્રભાતસિંહ જેઠવા દ્વારા પોતાની માલીકીનો ટ્રક ગેરકાયદેસર રીતે ભંગારમાં વહેંચી નાખી અને ગુન્‍હો કરવા સંબંધે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા અલગઅલગ (પાંચ) વ્‍યકિતઓ સામે ગુન્‍હો દાખલ કરેલો હતો.  અને તે અનુસંધાને જામનગરના ભંગારના વેપારી નુરમામદ ઉર્ફે નુરો સુલેમાન જાડમ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં અરજી કરતા દલીલમાં જણાવેલ કે, હાલના આરોપી ભંગાર ના વેપારી છે. અને તે સંબંધે લાયસન્‍સ ધરાવે છે. અને પોલીસ રેકર્ડ મુજબ જ ભુતકાળમાં કયારેય કોઇ ગુન્‍હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ નથી. અને તે રીતે હાલના આરોપી ખરેખર ભોગ બનનાર હોય અને ખોટી રજૂઆત કરી રૂા. ૩,૦૦,૦૦૦ અંકે રૂપિયા ત્રણ લાખ પુરામાં ટ્રક વહેંચી ગયેલા હોય અને તે રીતે હાલના આરોપી દ્વારા કોઇ ગુન્‍હો કરેલ ન હોય પરંતુ વેપારી શિરસ્‍તા મુજબ કાગળો જોઇને ટ્રકની ખરીદી કરેલી હોય અને તેથી વેપારી વ્‍યકિતને લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં. તેવી દલીલ કરતા ડીસ્‍ટ્રીકટ જજ શ્રી પંચાલ દ્વારા રેકર્ડ ઉપરના ડોકયુમેન્‍ટો તથા એડવોકેટની દલીલ ધ્‍યાને રાખી આરોપીને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલો હતો.

 આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી, હરભમભાઇ સુંડાવદરા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(1:25 pm IST)