Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વિસાવદર પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્વિ ખાતા ખોલાવવા ઝુંબેશ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૮: ભારત સરકારની પ્રસિદ્ઘ સુકન્યા સમૃદ્ઘિ યોજનાનો લાભ વિસાવદર તાલુકાની ૦ થી ૧૦ વર્ષ સુધીની તમામ દીકરીઓને મળે તે હેતુથી વિસાવદર પોસ્ટ ઓફિસ ખાતે ખાસ સુકન્યા ડ્રાઈવનુ આયોજન હાથ ધરવામા આવેલ છે.જે અંતર્ગત તા. ૦૧ થી તારીખ ૭ સુધી સુકન્યા સમૃદ્ઘિ ના ખાતા ખોલવાના કાર્યને પ્રાથમિકતા આપવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના ભારત સરકારની મહત્વાકાક્ષી યોજનાઓમાની એક છે જેમા કરવામા આવતા રોકાણ લાભ દીકરીના ભણતર અને લગ્ન સમયે મળે છે તથા વર્તમાનમા આ યોજનામા ૭.૬૦% આકર્ષક વ્યાજદર આપવામા આવે છે તેમ સબ પોસ્ટ માસ્તર શ્રી એસ.એન.ચૌધરીની યાદીમા જણાવાયુ છે.

(6:48 pm IST)