Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પોરબંદરમાં કોસ્‍ટ ગાર્ડના સ્‍થાપના દિને રન ફોર ફન યોજાઇઃ ૧૦૦ થી વધુ જવાનો જોડાયા

પોરબંદર તા. ર૮ : કોસ્‍ટગાર્ડના ૪૭માં સ્‍થાપના દિને ‘રન ફોર ફન' કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોસ્‍ટગાર્ડના ૧૦૦ થી વધુ સંખ્‍યામાં જવાનો જોડાયા હતા.

પોરબંદર જિલ્લા કોસ્‍ટગાર્ડના ડેપ્‍યુટી સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ એસ.કે. વર્ગીસના હસ્‍તે રન ફોર ફનને લીલી ઝંડી આપી હતી કોસ્‍ટગાર્ડ કેમ્‍પસથી શરૂ થયેલ ‘રન ફોર ફન' શહેરના મુખ્‍યમાર્ગો ઉપર ફરીને પરત કોસ્‍ટગાર્ડ કેમ્‍પમાં આવી હતી. આ અવસરે સ્‍વસ્‍થ તથા તંદુરસ્‍ત જીવન જીવવા અને દેશભકિત માટે યુવાનોને અનુરોધ કર્યો હતો.જીવનના દરેક ક્ષેત્રમાં એકતા જાળવી રાખવા સમૃદ્રને સ્‍વચ્‍છ રાખવાના સંદેશા સાથે રન ફોર ફનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

(1:23 pm IST)