Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જેતપુરના સોની બજારમાં જાહેરમાં જુગાર રમતા ૧ મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા

જેતપુર તા. ર૮ :.. શહેરના પોર્સ વિસ્તાર સોની બજારમાં જાહેરમાં જૂગાર રમાતો હોય જે બાતમી મળતા શહેર પોલીસે ભરબપોરે સોનીબજાર, નાના ચોક પાસેની ગલીમાં બપોરે ૩.૪પ વાગ્યે જૂગાર અંગેની રેડ કરતા જાહેરમાં તીનપતીનો જૂગાર રમતી ૧ મહિલા ચાર પુરૃષો હિનાબેન ઘનશ્યામભાઇ શેખ, (રહે. રમાકાંત રોડ) મુકેશ ઉર્ફે કાનો જીવણભાઇ સોંદરવા (રહે. દેવળકી) કરમણ, ગોવિંદભાઇ ગોહેલ (રહે. આરણના પુલ પાસે), આરીફ ઓસમણભાઇ મકવાણા (રહે. બોખલા દરવાજા) અશ્વિન છગનભાઇ રામાણી (રહે. અમરનગર રોડ) ને રોકડા રૃા. પ૭૪૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

સ્કુટરમાંથી ૯૬ બીયરના ટીમ સાથે એક ઝડપાયો

શહેર પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ કે ધોરાજી રોડ, પર આવેલ આઇસ્ક્રીમની દુકાન પાસે બે શખ્સો બીયરના ટીનની હેરાફેરી કરતા હોય બાતમી વાળી જગ્યાએ દારૃ અંગેની રેડ કરતા પોલીસને જોઇ એક શખ્સ નાસી છૂટેલ જયારે એક શખ્સ ધર્મેશ ઉર્ફે ધમો કરશનભાઇ છાપા (રહે. જનતાનગર, બાંગલ) હાથમાં આવી જતા એકટીવા ચેક કરતા તેમાં એક કોથળામાંથી બિયરના ટીન નંગ-૯૬ કિ. રૃા. ૯,૬૦૦ ના મળી આવતા પોલીસે ધર્મેશ છાયાને પકડી પાડી નાસી છૂટેલનું નામ પુછતા આનંદ ઉર્ફે કૌશલ ભરતભાઇ હીરાણી (રહે. ધોરાજી રોડ), જણાવ્યા પોલીસે બિયર અને એકટીવા મળી કુલ રૃા. પર,૬૦૦ ના મુદામાલ સાથ ધર્મેશને પકડી બન્ને શખ્સો વિરૃધ્ધ ગુન્હો નોંધેલ.

(1:21 pm IST)