Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

દેવરાજભાઇ ગઢવીને ઉપલેટારત્‍ન એવોર્ડ એનાયત કરતા સાંસદ અને ધારાસભ્‍ય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૮:  ઉપલેટાના લોકસાહિત્‍યકાર દેવરાજભાઇ ગઢવીને ઉપલેટા રત્‍ન એવોર્ડ નગર પાલીકા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. દેશ-વિદેશની ધરતી પર લોકસાહિત્‍ય ગુંજતુ રાખનાર  ૮ થી વધુ વિદેશ પ્રવાસ કરી લોકસાહિત્‍ય ક્ષેત્રે લોકોને આનંદ કરાવનાર દેવરાજભાઇને ઉપલેટા નગર પાલીકાના પ્રમુખ મયુરભાઇ સુવા સાંસદ રમેશભાઇ ધડુક ધારાસભ્‍ય ડો. મહેન્‍દ્રભાઇ પાડલીયાના હસ્‍તે ઉપલેટારત્‍ન એવોર્ડ આપી પ્રજાસતાક દિન એ સન્‍માનીત કરાયા હતા. લોકસાહિત્‍યકાર અને લોકગાયક એવા દેવરાજભાઇ રામશીભાઇ ગઢવીએ દેશ-વિદેશમાં દિવ્‍ય લોકવાણી પીરસીને ઉપલેટાનું નામ રોશન કર્યુ છે. વિવિધ સંતો દ્વારા સુભાશીષ પ્રાપ્ત કર્યા છે અને પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે ર૦૧૭માં ગૌરવ પુરસ્‍કાર પણ દેવરાજભાઇએ મેળવ્‍યો હતો અને તેમણે લખેલા દુહા દ્રષ્‍ટાંત માળા પુસ્‍તકનું પુ.મોરારીબાપુના હસ્‍તે વિમોચન થવા બદલ ઉપલેટારત્‍ન એવોર્ડ અર્પણ કરતા ઉપલેટા નગર પાલીકાએ પણ ગૌરવ અનુભવાયેલ આ એવોર્ડ એનાયત થતા દેવરાજભાઇને મો.નં. ૮૧પપ૦ ૮૦૯૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:30 am IST)