Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઉપલેટાના મોજ નદીના ચેક ડેમમાંથી નેપાળી યુવાનની લાશ મળી

 (કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા. ૨૮ :  ધોરાજી દરવાજા પાસે આવેલ મોજ નદીના ચેક ડેમમાં લાશ તરતી હોવાનું જાહેર થતાં ઉપલેટાના પી.આઈ કે.કે. જાડેજા ઘટના સ્‍થળ ઉપર દોડી જઇ ને લાશને બહાર કાઢી પીએમ માટે ઉપલેટા કોટેજ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગેની વિગતે પ્રકારનું છે કે ઉપલેટા વિક્રમ ચોકમાં રહેતા નેપાળી રામસિંહ પદમસિંહ રાવલ ઉંમર વર્ષ ૪૪ ની હોવાનું બહાર આવેલ છે પોલીસે અકસ્‍માત કે આપઘાતની તપાસ હાથ ધરેલ છે.

(11:28 am IST)