Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાલાવડ લેઉવા પટેલ શૈક્ષણીક સંસ્‍થાઓ દ્વારા ગણતંત્ર દિનની ઉજવણી

કાલાવડ : તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી. બી. એન્‍ડ પી. બી. હિરપરા કન્‍યા વિદ્યાલય તથા કન્‍યા પ્રાથમિક વિદ્યાલય તથા ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલ તથા શ્રી અકબરી કન્‍યા છાત્રાલય દ્વારા ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં આર. સી. ફળદુ પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે અમેરિકાથી પધારેલ  પુરૂષોતમભાઇ સોજીત્રા તથા સંસ્‍થાના પ્રમુખ ગોપાલભાઇ અકબરી તથા મંત્રી જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, ટ્રસ્‍ટી બાબુભાઇ કપુરીયા, નાથાભાઇ સોજીત્રા, રમણીકભાઇ અકબરી, આંબાભાઇ પાંભર, ગાંડુભાઇ, ડાંગરીયા, વશરામભાઇ વેકરીયા, વલ્લભભાઇ વાગડીયા,  ભરતભાઇ ઠેસિયા, પરસોતમભાઇ ફળદુ, લાખાભાઇ વેકરીયા, ખીમજીભાઇ વેકરીયા, ચનાભાઇ બાલધા, રવજીભાઇ પાનસુરીયા, ગોરધનભાઇ ડો. જોષી, ડો. દુબે, ડો. સોજીત્રા, ગીરધરભાઇ પટોડીયા, એ. ડી. ફળદુ, સી. પી. ભાઇ તથા ઘરે લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની ભેટમાંથી કન્‍યા કેળવણીમાં એ. પી. એમ. સી. ના ચેરમેન યુવરાજસિંહ જાડેજા તરફથી પ૧૦૦૦ હજાર રૂપિયા ટ્રસ્‍ટને અર્પણ કરવામાં આવ્‍યા હતાં.  સાંસ્‍કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્‍યા તથા વર્ષ દરમિયાન વિદ્યાર્થીનીઓએ ફુટબોલ, ટેકવિન્‍ડો, ફેન્‍સીંગ ઇન્‍ટરનેશનલ, નેશનલ અને રાજયકક્ષાએ મેળવેલ ગોલ્‍ડ, સીલ્‍વર અને બ્રોન્‍જ મળેલ મેડલથી સન્‍માનિત કરવામાં આવ્‍યા. પ્રજાસતાક દિન ઉજવણી કાર્યક્રમની તસ્‍વીરો.

(11:26 am IST)