Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા ૧૧ મો સમૂહ લગ્ન મહોત્‍સવ : ૩૦ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની હાજરીમાં તથા પૂવ ર્કેબિનેટ મંત્રી જશાભાઇ બારડના અધ્‍યક્ષસ્‍થાને

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા. ૨૮ : ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે યોજાતા સમૂહલગ્ન મહોત્‍સવ વસંત પંચમીના રોજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની રાહબરી હેઠળ અને સુત્રાપાડા કારડીયા રાજપૂત સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ વર્ષે સુત્રાપાડા મુકામે યોજવામાં આવેલ હતો. આ સમૂહ લગ્નમાં કારડીયા રાજપૂત સમાજના ૩૦ જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.

જેમાં કર્ણાટક રાજ્‍ય ના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ ખાસ હાજરી આપેલ હતી અને તમામ ૩૦ યુગલોને આશીર્વચન અને સમાજને પ્રેરણારૂપ માર્ગદર્શન આપેલ હતું. ઉપરાંત તેઓએ બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા માટે હાકલ કરેલ હતી. કે સમાજની કોઈ પણ દીકરી ઉચ્‍ચ અભ્‍યાસ કે ઓછામાં ઓછું ગ્રેજ્‍યુએટ જેટલું શિક્ષણ મેળવે તે બાબતે સમાજને હાકલ કરી હતી.

જશાભાઈ બારડે પણ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને તિલાંજલિ આપવી જોઈએ અને સમાજના દરેક નાગરિકે શિક્ષણ પ્રત્‍યે જાગળત થઈ અને પોતાના બાળકોને ઉચ્‍ચ શિક્ષણ અપાવવું જોઈએ. ઉપરાંત જણાવેલ કે સમાજમાં થતાં આવા સમૂહ લગ્નો સમાજ માટે આશીર્વાદ સમાન છે. સમાજે પોતાના બાળકોના લગ્નો સમૂહ માં જ કરાવવા જોઈએ જેથી સમાજમાં પ્રવર્તતા કૂ રિવાજો, લગ્નમાં થતાં ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડાઓ વગેરે બંધ થઈ શકે અને તે ખર્ચાઓને બચાવીને તેનો ઉપયોગ બાળકોના અભ્‍યાસમાં કરવો જોઈએ. 

કારડીયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમૂહ લગ્નના દિવસે અલગ અલગ સમિતિઓ જેમાં જમણવાર સમિતિ, કરિયાવર સમિતિ, મંડપ શુશોભન, ગોરવિધિ સમિતિ, સ્‍ટેજ સમિતિ, ર્પાકિંગ સમિતિ, કંકોત્રી વિતરણ સમિતિ, ફંડ ફાળા સમિતિ, ચા-પાણી સમિતિ, સફાઈ સમિતિ વગેરે સમિતિઓનું ગઠન કરવામાં આવેલ અને સુત્રાપાડા ગામના કારડીયા રાજપૂત સમાજ ના દરેક ઘરે થી સ્‍વયમ સેવકો પોતાની ફરજ બજાવેલ અને સફળતા પૂર્વક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ.

અંતે સમસ્‍ત સમાજના આશરે ૧૫૦૦૦ લોકોનો જમણવાર રાખવામા આવેલ હતો અને સવાર છ વાગે જાન આગમન પછી બપોર સુધીમાં તમામ જાનોને  વિદાય આપવામાં આવેલ તેવું આયોજન કરવામાં આવેલ.APMC સુત્રાપાડાના ચેરમેન દિલીપભાઈ બારડ દ્વારા સ્‍વાગત પ્રવચન કરવામાં આવ્‍યુ હતું અને મહેમાનોનું સ્‍વગત પુપ્‍પગુચ્‍છ અને સાલ ઓઢાડીને  દિલિપભાઈ બારડ દ્વારા કરવામાં આવ્‍યું. અને ખાસ ફ્રાન્‍સથી આવેલ વિદેશી મહેમાન કપલ દ્રારા આ સમહૂ લગ્નનું વીડિયો ગ્રાફી કરી કારડીયા રાજપૂત સમાજની લગ્નની વિધિથી પ્રભાવિત થયેલ. ફ્રાન્‍સના આ કપલનું પણ જશાભાઇ બારડે  સન્‍માન અને સ્‍વગત કર્યું હતું. આ કાર્યમાં સમાજના યુવાનો હોશે હોશે અને તન મન અને ધનથી જોડાયેલ. કારડીયા રાજપૂત સમાજ દ્વારા સ્‍વછ્‍તા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઑ, તેમજ સમાજ માં રહેલ કુરિવાજોને તિલાંજલિ જેવા સામાજિક કાર્યોના સંકલ્‍પ પણ કરવામાં આવેલ.

જેમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, પૂર્વ મંત્રી  લક્ષમનભાઈ પરમાર,પૂર્વ ધારાસભ્‍ય  કાળાભાઈ ઝાલા,જિલ્લા પંચાયત ના સભ્‍ય  રાજવીરભાઈ ઝાલા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ  શૈલેન્‍દ્રસિંહ રાઠોડ, સંજયભાઈ ડોડીયા વેરાવળ તાલુકા પંચાયત સભ્‍ય, (કોડીનાર)ના માનસિંહભાઈ  ડોડીયા  જીએચસીએલ કંપનીના ચેરમેન રાડીયાં ઉપરાંત, નવાપરા  વાલભાઈ પરમાર, બાબુભાઇ પરમાર,અરજણભાઈ પરમાર, પૂર્વ સરપંચ હરસુખભાઈ પરમાર,  ઉમરાળા  હમીરભાઇ ડોડીયા, વડોદરા ડોડીયા થી નાથાભાઈ ડોડીયા, નારણભાઇ ડોડીયા પ્રોફેસર, દાનસીંહ પરમાર, કાનાભાઈ ડોડીયા, જસાભાઈ માસ્‍ટર, નાથાભાઈ પરમાર, સીમાર જેસીંગભાઇ વાલાભાઈ, ચમોડા થી જેસીંગભાઈ મોરી, રામસિંહ ભાઈ મોરી, પ્રતાપભાઈ બારડ, કીદરવા થી નાથાભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર સરપંચ, પોલાભાઈ, સારસ્‍વા લાખાભાઈ, સરપંચ બાબુભાઇ ભુપતભાઈ ડોડીયા, દિનેશભાઈ, સવની ભાવસિંહભાઈ ડોડીયા, ઇન્‍ડ્રોય ભાવસિંહ ડોડીયા, ભેરાળા થી અરજણ ભાઈ ખેર, મંડોર થી હરિ ભાઈ ડોડીયા, અરસીભાઈ બારડ, ઇસ્‍વરીય વનરાજભાઈ સરપંચ, દિનુભાઈ પરમાર, સોનારીયા કેસરભાઈ, દીપુભાઈ ડોડીયા, ભાનુભાઈ બારડ, થોભણભાઈ, નારણભાઇ, માનસિંહભાઈ ડોડીયા, ભેટાળી થી ગોવિંદભાઇ પરમાર, માસ્‍ટર, માથાસુરીયાથી સરપંચ રણમલભાઈ ડોડીયા, ધીરુભાઈ, ખંઢેરી માંડાભાઈ બારડ, જેન્‍તીભાઇ ઝાલા, અનિડાથી માનસિંહભાઈ ડોડીયા, દિલીપભાઈ ઝાલા, ભગતભાઈ મેનેજર, પુંજાભાઈ બારડ, રાજાભાઈ મોરી વાવડી, અમરસિંહ ભાઈ જાદવ, રામભાઈ ડૉક્‍ટર, અલ્‍પેશભાઈ જાદવ, બાલુભાઈ રાઠોડ, પ્રશ્‍નાવાડા, પ્રવીણભાઈ બારડ ધામળેજ, માનસિંહભાઈ ચૌહાણ, ધીરુભાઈ સોલંકી, ભરતભાઈ સોલંકી કાનજોતર, રામભાઈ રાખેજ સવદાસભાઈ રાયસિંહભાઈ કાનજીભાઈ નકુમ, ગાંડાભાઈ નકુમ, મહેશભાઈ બારડ, પ્રસલી પ્રતાપભાઈ કાદુભાઈ જાદવ, ભીખુભાઇ જાદવ, વાસાવડથી ભીખુભાઇ ઝાલા, દેવાભાઈ ઝાલા, પ્રતાપભાઈ પરમાર કુંભારીયા, ભરતભાઈ ઝાલા અમરાપુર પૂર્વ સરપંચ મુરજીભાઈ ચાંગીયાથી અરજણભાઈ કચરાભાઈ ઉંબરીથી સવદાસભાઈ, સુંદરપર થી ભાણાભાઈ મોરી,ટિમડી થી મનોજભાઈ વાળા, મૂળાભાઈ ભગવાનભાઈ વાળા  ઉનાથી જેસીંગભાઇ મોરી, ખપતથી લાખાભાઇ ઝાલા, સુત્રાપાડા થી કાળાભાઈ બારડ, વજુભાઇ મોરી, દિલાવરભાઈ મોરી, રવિભાઈ મોરી, હરેશભાઇ મોરી, જેસીંગભાઇ બારડ, અરસી ભાઈ બારડ,દલુભાઈ મોરી, દીપકભાઈ કાછેલા,  સુભાસ કાછેલા, જગાભાઈ કાછેલા, જેન્‍તીભાઈ કાછેલા, કાનાભાઈ બારડ, કાનજીભાઈ અરજનભાઈ, રામસિંહ ઉકાભાઈ મોરી , કાનજીભાઈ રાજાભાઈ  બારડ, રમેશભાઈ મોરી, અજયભાઇ બારડ, બાબુભાઇ ડોડીયા, ભુપતભાઈ ઝાલા વગેરે હાજર રહ્યા હતા.

(11:03 am IST)