Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

દ્વારકાના શિવરાજપુર ગામની ખેતીની જમીનના બોગસ વેચાણના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ,તા. ૨૮  : દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામની ખેતીની જમીન બોગસ રીતે વેંચી દેવાના ગુન્‍હામાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતોફ

ગુન્‍હાની હકીકત એવી છે કે સને ૨૦૦૭-૨૦૦૮માં આરોપીઓએ ભેગા મળી ફરિયાદીના પિતાની જમની કે જે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે આવેલી છે. તેના નામના બોગસ અને ખોટા અંગુઠા કરી, ખોટા વેચાણ બાનાખત કરાર કરી ફરીયાદી તથા તેના પિતાની જાણ બહાર સને ૨૦૦૭-૨૦૦૮માં વેચાણ બાનાખત કરી તે આધાર સને ૨૦૧૦માં વેચાણ કરી આરોપીઓને જમીન ખરીદ કરેલ હોવાના ખોટા અને બોગસ દસ્‍તાવેજો બનાવી ફરિયાદીની માલિકીની કિંમતી જમીન ગેરકાયદેસર રીતે મેળવવા માટે એક સુવ્‍યવસ્‍થિત કાવતરૂં રચી ખોટી બાનાખત અને તેના આધારે ખોટો અને બોગસ દસ્‍તાવેજ બનાવી ફરીયાદીના પિતા કે જે ગુજરી ગયેલ હોય તેઓ હયાત હતા ત્‍યારે તેના ખોટા અને બોગસ દસ્‍તાવેજ બનાવી ફરીયાદીના પિતા કે જે ગુજરી ગયેલ હોય તેઓ હયાત હતા ત્‍યારે તેના ખોટા અને બોગસ અંગુઠા કરી ફરિયાદીની જમીન પચાવી પાડવાના ઇરાદે ખોટો દસ્‍તાવેજ હોવાનું જાણવા છતા તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદી સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી એક બીજાની મદદગારી કરી બોગસ દસ્‍તાવેજો બનાવી ગુન્‍હો આચરેલ હતો.

આ બાબતે ફરિયાદીએ સી.આઇ.ડી. ક્રાઇમ રાજકોટ ઝોન પો.સ્‍ટે.માં આઇ.પી.સી. કલમ ૧૧૪, ૧૨૦(બી), ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૧ તથા ૪૭૪ મુજબના ગુનાની ફરીયાદ આરોપીઓ સામે નોંધાવેલી સદરહું કેસમાં હાલના અરજદાર/ આરોપી ભુરાભાઇ પબાભાઇ રોલ બોગસ બાનાખત તથા બોગસ દસ્‍તાવેજના સાક્ષી તરીકે સહી કરવા બાબતનો હતો. જેથી તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી.

સદરહું કામમાં સરકાર તરફે સરકારી વકીલશ્રી પરાગ એન.શાહ હાજર થયેલા અને તેઓએ પોલીસ પેપર્સ, સોગંદનામુ તથા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ રાખેલા અને એ રીતેની દલીલો કરેલી કે સદરહું અરજદાર/ આરોપીને બાનાખત અને વેચાણ દસ્‍તાવેજ બોગસ છે તેનો ખ્‍યાલ હતો.

ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લેતા તપાસના કામે અરજદાર આરોપીની તપાસમાં જરૂર છે તેની હાજરી વગર તપાસ થઇ શકે તેમ ન હોય અને જો તેને આગોતરા જામીન આપવામાં આવે તો પુરાવાનો નાશ થઇ શકે તેવી સંભાવના હોય જેથી આરોપીની જામીન રદ કરવી જોઇએ તેવી દલીલો કરેલ હતી.

આમ આ રીતે, સેશન્‍સ કોર્ટે સરકારી વકીલ પરાગ એન.શાહની દલીલો, પોલીસ પેપર્સ તથા દસ્‍તાવેજી પુરાવાઓને ધ્‍યાને લઇ આરોપી ભુરાભાઇ પબાભાઇ  કોટાની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ હતી. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ એન.શાહ રોકાયેલ હતા.

(10:49 am IST)