Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઠંડીમાં ઘટાડો થતા હાશકારો : નલીયા ૭, ગિરનાર ૭.૫ ડિગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડીમાં રાહતઃગુજરાત માટે આગામી ૨૪ કલાક અતિ ભારે! ૪૦થી ૫૦ કિ.મીની ઝડપ, ભારે પવન સાથે વરસાદની આગાહી : ગુજરાતમાં ઠંડી વચ્‍ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્‍યું માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે

રાજકોટ,તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં આજે સવારથી ઠંડીમાં રાહત થતા લોકોએ હાશકારો અનુભવ્‍યો છે. કચ્‍છના નલીયામાં ૭ ડિગ્રી, ગિરનાર પર્વત ઉપર ૭.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા લોકોને લાંબા સમય પછી ઠંડીમાંથી રાહત મળી છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : ગિરનાર પર્વત પર આજે સતત બીજા દિવસે પણ ૭.૫ ડિગ્રી ઠંડી રહી હતી. જેના કારણે પર્વતીય વિસ્‍તાર ટાઢોબોળ થઇ ગયો હતો.

જૂનાગઢમાં લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી રહ્યુ હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહેતા ઠંડીમાં કોઇ પ્રકારની રાહત મળી ન હતી.

આજે સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૭ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૫ ડિગ્રી, મહતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી, ભેજનું પ્રમાણ (%) ૫૩%, પવનની ગતિ ૬.૫ કિ.મી. રહી છે.

રાજયમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્‍યા મુજબ, આજે ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે.  એટલું જ નહીં આ વિસ્‍તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્‍છમાં સૂકા અને ઠંડા પવનો ફૂંકાશે. સાથે પવનોની ગતિ ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ ૪૦દ્મક ૫૦ કિમી પ્રતિ કલાકની રહેશે. (૨૨.૩)

ક્‍યાં કેટલી ઠંડી

શહેર        લઘુત્તમ તાપમાન

ગિરનાર     ૭.૫  ડિગ્રી

જૂનાગઢ     ૧૨.૫  ,,

જામનગર    ૧૪.૫  ,,

અમદાવાદ   ૧૬.૦  ,,

બરોડા       ૧૬.૬  ,,

ભાવનગર   ૧૬.૬  ,,

ભુજ         ૧૦.૬  ,,

દમણ        ૨૦.૨  ,,

ડીસા         ૧૧.૮  ,,

દીવ         ૧૮.૩  ,,

દ્વારકા        ૧૫.૮  ,,

ગાંધીનગર   ૧૫.૭  ,,

કંડલા        ૧૩.૦  ,,

નલિયા      ૭.૦   ,,

ઓખા        ૧૮.૩  ,,

પોરબંદર    ૧૪.૬  ,,

રાજકોટ      ૧૨.૫  ,,

સુરત        ૧૯.૮  ,,

વેરાવળ        ૧૮.૧  ,,      

(10:49 am IST)