Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરણ કથાનું આયોજન

જાણીતા કથાકાર રતનેશ્વરીબેન સંગીતમય શૈલીમાં શિવ કથાનું રસપાન કરાવશે

 મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે તા.10 ફ્રેબ્રુઆરીને મહા વદ-4ને શુકવારથી તા.18 ફ્રેબ્રુઆરી મહા વદ-13ને શનિવારે મહા શિવરાત્રી સુધી દરરોજ બપોરના 2થી 6 વાગ્યા દરમિયાન અગ્નેશ્વર મહાદેવ મંદિર ભક્ત મંડળ દ્વારા શિવ મહાપુરણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સામાકાંઠે એલઇ કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિતે યોજાનાર શિવ કથામાં મહેન્દ્રનગર પાસેના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનના શિષ્યા અને જાણીતા કથાકાર રતનેશ્વરીબેન સંગીતમય શૈલીમાં શિવકથાનું રસપાન કરાવશે. તા.10ના રોજ ભવ્ય પોથીયાત્રા નીકળ્યા બાદ શિવ કથાના પ્રારંભ બાદ તા.18 સુધી શિવ કથાના મહાત્મ્ય, શિવલિંગનું પ્રાગટય, સતી પ્રાગટય-દીપનો મહિમા, શિવ શક્તિ વિવાહ, ગણપતિનું પ્રાગટય, રુદ્રાક્ષ અને બીલીપત્રનો મહિમા, ભસ્મ મહિમા અને જ્યોતિલિંગનો મહિમા સહિતના પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ઉજવાશે અને તા.18ના રોજ બપોરે કથાની પૂર્ણાહુતિએ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેથી ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(11:52 pm IST)