Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધોળાવીરા, લોથલની જેમ રોજડીનો વિકાસ જરૂરી

જયાબહેન ફાઉન્‍ડેશન દ્વારા પુરાતત્‍વ વિભાગ અને પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા સરકારને ૫૧ દિવસ દરરોજ એક રજુઆત પત્ર મોકલાય છે, જે ૧૨ ફેબુ્રઆરી પી.પી.પંડયાની પુણ્‍યતિથીએ સમાપ્ત થશ : ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કૃતિનું શોધાયેલ સ્‍થળ રોજડીમાંથી તે સમયના વાસણો, અલંકારો, ઓજારો પણ મળી આવેલ છે : બૌધ્‍ધગુફા ગુજરાતમાં શિલ્‍પો ધરાવતી એકમાત્ર છે અને પヘમિ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્‍ધ શિલ્‍પ સ્‍થાપત્‍ય છે : જયાબેન ફાઉન્‍ડેશન પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા ૨૦૦૩થી દરેક મુખ્‍યમંત્રી, વિભાગના મંત્રી અને વિભાગના ડાયરેકટરને રજુઆત કરે છે

રાજકોટઃ ગુજરાતમાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ નોંધનીય, ગૌરવપ્રદ પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો શોધાયેલ છે. જેને સાચવવા અને નવા શોધવાનું કાર્ય રાજયના પુરાતત્‍વ વિભાગનું છે. જે એકદમ સજજ હોવો જરૂરી છે. રાજકોટ સર્કલ ઓફીસનું કાર્યક્ષેત્ર અગીયાર જીલ્લાનું છે, આશરે ૧૫૦ ઉપરાંત રક્ષીત સ્‍મારકો સાચવાનું છે. આજે તેમા ફકત બે કર્મચારી ફરજ બજાવે છે. કેટલુ અને કેવુ કાર્ય થઈ શકે ? શું પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા સતત રજુઆતો જરૂરી છે ? શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી પરેશ પંડયા જણાવે છે કે, ૨૦૦૩ થી પ્રાચીન સંસ્‍કૃતિ અંગે રજુઆતો કરવામાં આવે છે. આ પ્રશ્નોની ગંભીરતાથી નોંધ લેવાઈ તે માટે ર૪ ડીસેમ્‍બર ૨૦૨૧થી સતત એકાવન દિવસ, રોજ એક રજુઆત પત્ર પુરાતત્‍વ વિભાગના મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને અને તેની નકલ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને મોકલવાનું શરૂ કરેલ છે. તે અનુસંધાને આજે ૩૬ મો પત્ર ગાંધીનગર પોસ્‍ટ થયેલ છે. આ રજુઆત પત્ર અભિયાન તા. ૧૨ ફેબ્રઆરીએ પુરાતત્‍વ મહારત્‍ન શ્રી પી.પી.પંડયાની પુણ્‍યતિથી છે, તે દિવસે એકાવનમો પત્ર પોસ્‍ટ કરી સમાપ્ત થશે.  શ્રી પરેશ પંડયા જણાવે છે કે ગુજરાતમાં આજ સુધી સૌથી વધુ પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો શોધનાર મુંબઈ રાજયના પુરાતત્‍વ વિભાગના ગુજરાત વિસ્‍તારના વડા શ્રી પી.પી.પંડયા રાજકોટ ઓફીસથી જ સંશોધન યાત્રા કરી રહેલ હતા, તે સમયે પ્રવૃતિથી સતત ધમધમતી રાજકોટ સર્કલ ઓફીસ (જયુબીલી બાગ) ફરી પુરતા સ્‍ટાફ સાથે સક્રીય ભુમીકા ભજવે તેવા રચનાત્‍મક આશય સાથે રાજય સરકારને રજુઆત કરવામાં આવી રહેલ છે.
  એકાવન દિવસ ચાલનાર રજુઆત પત્ર અભિયાનમાં બોધ્‍ધગુફા, ખંભાલીડા અને ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કૃતિનું શોધાયેલ સ્‍થળ રોજડી (શ્રીનાથગઢ) અંગે પણ માંગણી કરવામાં આવેલ છે. ૧૮૦ વર્ષ પ્રાચીન બૌઘ્‍ધગુફા ખંભાલીડા ગુજરાતમાં શિલ્‍પો ધરાવતી એકમાત્ર છે, સમગ્ર પヘીમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્‍ધ શિલ્‍પ સ્‍થાપત્‍ય છે. (અજંતા) ઈલોરામાં કોતરાયેલ શિલ્‍પોથી ૩-૩૫ વર્ષ પ્રાચીન શિલ્‍પો ધરાવે છે. આવી મહત્‍વની પ્રાચીન વિરાસતના શિલ્‍પો ખુલ્લામાં છે. વાતાવરણની ખરાબ અસરથી શિલ્‍પો ખવાતા જાય છે, ચોમાસા દરમ્‍યાન ગુફાઓમાં સતત પાણી ટપકે છે, ત્રણ ચાર હજાર જેટલા ચામાચીડીયાનું નિવાસ સ્‍થાન બનેલ છે. શું અંદરના ભાગે બૌઘ્‍ધગફા વધુ ઉડાણ ધરાવતી હોઈ શકે ? જે સંશોધનનો વિષય નથી ? છેલ્લા ૧૮ વર્ષ થયા બૌધ્‍ધગુફા અંગે શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન દરેક   મુખ્‍યમંત્રીશ્રીને, વિભાગના મંત્રીશ્રીને અને વિભાગના   ડાયરેકટરશ્રીને લેખીત રજુઆત કરી રહેલ છે.
રાજકોટ જીલ્લાના રોજડી (શ્રીનાથગઢ) ખાતે ભાદર નદીને કિનારે વિશાળ ટીંબા ઉપર ૧૯૫૭-૫૮ તથા ૧૯૫૮-૫૯ દરમ્‍યાન ઉત્‍ખનન (ખોદકામ) કરી પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાએ હરપ્‍પન સંસ્‍કૃતિનુ કિલ્લેબંધ નગર શોધ્‍યુ. ત્‍યાંથી તે સમયે ઉપયોગમાં લેવાતા જુદા જુદા પ્રકારના વાસણો, અલંકારો, ઓજારો વિગેરે મળી આવેલ છે. આ સંશોધન કાર્યની મુલાકાતે દેશ-વિદેશથી પુરાતત્‍વવિદો, સંશોધકો આવેલ હતા. ત્‍યારબાદ અમેરીકાની પેન્‍સીલવેનીયા યુનિવર્સિટીના ડો. જયોજ પોસેલે રાજય સરકારની મંજુરી મેળવી, અને રાજયના આસી. ડાયરેકટર શ્રી ચીતલવાલા સાથે મળી વધુ ઉત્‍ખનન કાય કર્યું . જે પણ આ સ્‍થળની મહત્‍વતા દર્શાવે છે. સૌરાષ્‍ટ્ર વિસ્‍તારનું સેન્‍ટર રાજકોટ છે. જેથી રોજડી સ્‍થળ પર સાઈટ મ્‍યુઝીયમ બનાવી ત્‍યાથી મળેલ વસ્‍તુઓ ત્‍યા પ્રદર્શીત કરીએ, તો જે આપણી પ્રાચીન સંસ્‍કૃતિનો બહોળો પ્રચાર કરશે. આજની અને આવનાર પેઢીને જાણકારી આપતુ સાબીત થશે. ધોળાવીરા, લોથલની જેમ રોજડી સ્‍થાનનો વિકાસ કરવો જરૂરી છે.
શ્રી પરેશ પંડયા (મો.૯૪૨૯૫ ૭૧૬૬૩) જણાવે છે કે જયાબહેન ફાઉન્‍ડેશનની જાહેર અપીલને કારણે જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોએ પણ સરકારશ્રીને રજુઆત પત્રો મોકલી આપણી પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા પોતાની લાગણી વ્‍યકત કરેલ છે. હજુ પણ પુરાતત્‍વ પ્રેમીઓ, ઈતિહાસપ્રેમી, સંસ્‍કૃતિ પ્રેમીઓને પુરાતત્‍વ વિભાગ અને શોધાયેલ પ્રાચીન વિરાસતને બચાવવા પોતાની લાગણી રાજય સરકારને પહોંચાડવા અપીલ કરી છે.
રજુઆતની સફળતાનું આવકારદાયક પહેલુ કદમ
રાજકોટઃ અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન દ્વારા પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા માટેની સતત માંગણી અનુસંધાને સરકાર અને પરાતત્‍વ વિભાગ દ્વારા તાજેતરમાં સાનકુળ પ્રત્‍યાઘાત આપવામાં આવ્‍યો છે જે આવકારદાયક છે.
 રાજય પુરાતત્‍વ વિભાગના ડાયરેકટર શ્રી પંકજભાઈ શર્મા એ પત્ર દ્વારા રાજકોટ સર્કલ ઓફીસને સુચના આપેલ છે કે રોજડી સ્‍થળની મુલાકાત લઈ સ્‍થીતી અંગે ફોટોગ્રાફ સાથે તાત્‍કાલીક અભીપ્રાય મોકલવો તે અનુસંધાને પુરાતત્‍વ વિભાગની ટીમે હાલમાં જ હરપ્‍પન સાઈટ રોજડી (શ્રીનાથગઢ) ઉપરાંત બૌધ્‍ધગુફા (ખંભાલીડા) ની મુલાકાત લીધેલ હતી. આથી બંને સ્‍થળ માટે જરૂરી હકારાત્‍મક નિર્ણયો લેવાઈ તેવા સંજોગો ઉજળા બની રહેલ છે. જે પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો બચાવવાની શરૂઆત કરતુ આવકારદાયક પગલુ ગણાવાઈ રહયુ છે.

 

(3:55 pm IST)