Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

પોરબંદરના કાટવાણા ગામે ૬૦ વર્ષના વૃધ્ધા ઉપર હુમલો : વેઢલા લૂંટીને છરી ઝીંકી દીધી

( પરેશ પારેખ દ્વારા )પોરબંદરતા.૨૮ :      પોરબંદરના કાટવાણા ગામે ૬૦ વર્ષના વૃધ્ધા ઉપર હુમલો કરીને વેઢલા લૂંટીને છરી ઝીંકી દેતા સનસનાટી મચી ગઇ છે.

       પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરના કાટવાણા ગામે રહેતા નાથીબેન છગનભાઈ ગોરાણીયા(ઉ.વ.૬૦) ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો અને તેણે પહેરેલાં વેઢલાની લૂંટ ચલાવીને છરી ઝીંકી દેતા પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખસેડયા હતા જયા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:05 pm IST)