Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સાવરકુંડલાઃ કોરોના અને લોકડાઉનના કારણે બંધ ખાનગી શાળાઓની શિક્ષણ ફીમાં ૫૦% રાહત આપવા માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૮ : ચાલુ વર્ષે ખાનગી શાળાઓ દ્વારા જૂન-૨૦૨૧થી આજદિન સુધી ખાનગી શાળાઓ બંધ છે અથવા ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખેલ છ.

કોરોના તેમજ લોકડાઉનના કારણે દરેક વાલીઓના ધંધા રોજગાર હાલ મંદીમાં સપડાયેલા છે અને મંદીના કારણે વાલીઓની આર્થિક સ્થિતી ખૂબ ખરાબ થયેલ છે. ત્યારે ચાલુ વર્ષની ટ્યુશન ફીમાં દરેક વાલીઓને ખાનગી શાળાઓ મારફત ૫૦% રાહત આપવામાં આવે તેવી વાલીઓની ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ લાગણી અને માંગણી છે. કારણે આજે ધંધા રોજગાર ૫૦% ચાલુ છે. ઓફલાઇન શિક્ષણ બંધ છે કેટલીક શાળાઓએ શિક્ષકોનો પગાર પણ ચુકવેલ નથી ત્યારે ફીમાં રાહત આપવામાં આવે તે ખૂબ જ જરૂરી અને હિતાવહ છે. તેમ ભાનુભાઇ કોઠિયા, સામાજિક કાર્યકરે જણાવેલ હતું.

(12:50 pm IST)