Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. અગતરાય શાખાના નવા ભવનનું અરવિંદ રૈયાણીના હસ્તે લોકાર્પણ

કિરીટભાઇ પટેલ, જેઠાભાઇ પાનેરા સહિતની ઉપસ્થિતિ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૮ : ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના અગતરાય શાખા ૪૪ વર્ષથી કાર્યરત છે. શાખાનું નવનિર્મિત ભવનનું રાજયમંત્રી અરવિંદ રૈયાણીના હસ્તે ઉદઘાટન કરાયુ હતુ. સેઇફ ડીપોઝીટ વોલ્ટનું પણ ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઇ રૈયાણીનું બુકે અને શાલ થી બેન્કના ચેરમેન એમ.ડી. અને ડીરેકટરશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.

અગતરાય સેવા સહકારી મંડળી, ગ્રામ પંચાયત અગતરાય અને એ.પી.એમ.સી. કેશોદ દ્વારા પણ મંત્રીશ્રીનું ફુલહાર અને શાલથી સન્માન કરવામાં આવેલ હતુ.

આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષ એ.પી.એમ. જુનાગઢના ચેરમેન અને બેન્કના ચેરમેન કિરીટભાઇ પટેલ, બેન્કના એમ.ડી. જેઠાભાઇ પાનેરા,ડીરેકટર લક્ષ્મણભાઇ યાદવ, દિનેશભાઇ ખટારીયા, પુંજાભાઇ બોદર, જીલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી શાંતાબેન ખટારીયા, પુર્વ ધારાસભ્ય કેશોદશ્રી અરવિંદભાઇ લાડાણી ઉપસ્થિત રહેલ હતા. ચેરમેન કિરીટભાઇ પટેલએ જણાવેલ કે આ બેન્ક ખેડુતોની બેન્ક છે. ખેડુતોના વિકાસ માટે અને ખેડુતોની સવલત માટે બેન્ક હરહંમેશ પ્રયત્નશીલ છે.બેન્કની અગતરાય શાખા ાસથે પ.મંડળીઓ જોડાયેલ છે. રૂ.ર૦ કરોડનું ધિરાણ છે. રૂ.૧પ કરોડની ડીપોઝીટ અને રૂ.૬૧ લાખનો નફો છે. બેન્ક સાથે આશરે ર૦૦૦ ખેડુતોએ જોડાય ધિરાણ મેળવે છે. અને ૩૦૦૦ જેવા ગ્રાહકો બેન્ક સાથે જોડાયેલ છે. બેન્કની અગતરાય શાખા આધુનિક સુવિધાઓથી સજજ સેઇફ ડીપોઝીટ વોલ્ટ લોકરની સુવિધા વાળી ગ્રાહકોને સંતોષકારક સવલત આપી શકાય તેવી શાખાનું આજે લોકાર્પણ થઇ રહયુ છે. અગતરાયની આસપાસના ગામોના ખેડુતો અને લોકો આ બેન્ક સાથે જોડાયને આ બેન્કની સેવાનો લાભ મેળવે તેવી અપીલ કરી હતી.

અરવિંદભાઇ રૈયાણીએ જણાવેલ કે સહકારી પ્રવૃતિ જ લોકોના અને રાષ્ટ્રના હિત માટેની પ્રવૃતિ છે અને સહકારી પ્રવૃતિથી જ લોકોનું અને રાષ્ટ્રનો સર્વાગી વિકાસ થાય છે. આ પ્રસંગે અગતરાય અને તેની આસપાસના લોકો તેમજ કેશોદ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

(12:46 pm IST)