Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

જેતપુર-રાજકોટમાં શ્રી પુષ્ટીધામ હવેલીનું વાસ્તુ પૂજન વૈશ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં કરાયુઃ પુરૂષોતમ મહાયજ્ઞ યોજાયો

સર્વરોગ નિદાન કેમ્પનો લોકોએ લાભ લીધો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૮ :.. શહેરના રણછોડનગર સામાકાંઠા વિસ્તારમાં કડી અમદાવાદના વૈશ્ણવાચાર્યો પૂ. અજેષકુમારજી મહારાજ, શ્રી કૃષ્ણકુમાર મહોદય, શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા શ્રી પુષ્ટીધામ હવેલીનું નિર્માણ થવા જઇ રહયુ છે આ નિમાર્ણાધીન હવેલીના વાસ્તુ પૂજન પ્રસંગે જગદગુરૂશ્રી વલ્લભાચાર્યજી રચીત 'શ્રી પુરૂષોતમ સહસ્ત્ર નામ સ્ત્રોત' અંતર્ગત 'મહાપુરૂષોતમ યજ્ઞ'નું આયોજન કરવામાં આવેલ. જેમાં સવારે ૯ કલાકે શ્રી પુરૂષોતમ યજ્ઞ, બાદ બપોર ર.૩૦ કલાકે રાસ કિર્તન, ૪ કલાકે સભા પ્રવચન, સાંજે વૈશ્ણવો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. બીજા દિવસે ગોકુળ હોસ્પીટલના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગોકુળ હોસ્પીટલ માટે કરવામાં આવેલ જેમાં ડોકટરોએ પોતાની સેવા આપેલ.

આ પ્રસંગે કોરોનાની ગાઇડ લાઇન અનુસાર મર્યાદિત વૈશ્ણવોએ લાભ લીધેલ તુરંત હવેલીનું કાર્ય પુર્ણ થાય અને ઠાકોરજી બીરાજે જેથી વૈશ્ણવો દર્શનનો લાભ લે અને  આચાર્યોના પ્રવચનનો લાભ મળે તેવી લાગણી વ્યકત કરી હતી.

(12:46 pm IST)