Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજુલામાં હત્યા કરીને નાશી છૂટેલ આરોપી ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઈ.શ્રી પી.એન.મોરીનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખુનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાની રજા ઉપર છુટી, ફરાર થઈ ગયેલ એવા છેલ્લા પંદર વર્ષથી નાસતા ફરતા કેદીને અમરેલી મુકામેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે. એકવીસ વર્ષ પહેલા રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર આવેલ રેઇમ્બો સોસાયટીમાં મરણ જનાર કાળુભાઈ ગીગાભાઈ કુંભાર, રહે.રાજુલા નાઓને આ કામના આરોપીઓએ તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ ઈજાઓ કરી, ખૂન કરી, ગુનો કરેલ હતો.

આરોપીઓ (૧) લાભુબેન કાળાભાઈ ગીગાભાઈ કુંભાર (૨) રહીમ નુરમહમદ

બ્લોચ તથા (૩) મગન કમાભાઈ દેવીપુજકનાઓને અટક કરવામાં આવેલ હતાં. જે કેસ નામ. ફાસ્ટટ્રેક કોર્ટ, અમરેલી ખાતે ચાલી જતાં, નામ. કોર્ટ દ્રારા આરોપી નં. (૧) તથા (૨) ને આજીવન કેદની સજા કરવામાં આવેલ હતી. રહીમ નુરમહમદભાઈ બ્લોચ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો હતો. તેને નામ.ગુજરાત હાઈકોર્ટના હુકમથી વચગાળાની દિન-૨૧ ની રજા મંજુર થતાં, તા.૧૪/૦૯/૨૦૦૭ થી દિન-૨૧ ની રજા ઉપર મુકત થયેલ. તેને તા.૦૮/૧૦/૨૦૦૭ના રોજ તેને જેલમાં હાજર થવાનું હતું પરંતુ રહીમ નુરમહમદભાઈ બ્લોચ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલ હતો અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા પંદર વર્ષથી નાસતો કરતો હતો. તે મુળ ધોકડવા, તા.ગીર ગઢડા, જિ.ગીરસોમનાથ, હાલ રહે.સુરત, કામરેજ, તા.જિ.સુરત.ને આજીવન કેદની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ઝેરી દવા પીધી

બાબરા તાલુકાના મીયાખીજડીયા હાલ ડાયાભાઈ વાલજીભાઈ અકબરીની વાડી રાણપર સીમમાં હિરલબેનને રાત્રીના સુવા માટે પતી પાસે ગોદડુ માંગતા પતિએ ગોદડુ આપવાની ના પાડતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયેલ હતી. જેથી પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા પ્રથમ જસદણ અને વધુ સારવાર માટે ગોડલ સુકવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

માર માર્યો

રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે લાલજીભાઈ પોપટભાઈ ચોહાણ ઉ.વ.૨ર ૧ લગ્નમાં ઢોલ વગાડવા જતા સારૂ નહિં લાગતા તેમના કુટુંબી ભીખા સોમાભાઈ, મનીષ ભીખાભાઈ, નરેશ ભીખાભાઈ ચોહાણે ગાળો બોલી બડીયા તેમજ ઢીકાપાટુ વડે માર માયાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

પરિણીતા ગુમ

અમરેલી, બગસરા તાલુકાના જુના વાદ્યણીયા સીમમાં ભાગીયું રાખેલ વાડીમાંથી તા.૧૯/૧ ના પરીણીતા ગુમ થયાનું પતિ હિંમતભાઈ ચાવડાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:02 pm IST)