Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

મોરબી જીલ્લા ગ્રામસેવક મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ડીડીઓને આવેદન પાઠવ્યું.

ડીડીઓ અને ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી.

મોરબી જીલ્લા ગ્રામ સેવક મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે ડીડીઓ અને જીલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી છે અને વિવિધ પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા ગ્રામ સેવક મંડળે જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ રાજ્યમાં મંજુર ગ્રામસેવક કેડરમાં અંદાજીત ૨૧૦૦ જેટલા કર્મચારીઓ વિવિધ જીલ્લામાં તાલુકા કક્ષાએ ફરજ બજાવી સરકારની વિવિધ યોજનાનો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કાર્યરત છે કપરી પરિસ્થિતિમાં પણ અમારી કેડરના કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા સોંપવામાં આવેલ કામગીરી પર પાડવામાં આવેલ છે. ત્યારે ગ્રામસેવકોને થઇ રહેલા અન્યાય મામલે વિવિધ માંગણીઓ રજુ કરી પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે
હાલ રાજ્યમાં ગ્રામસેવકની સીધી ભરતી કરવામાં આવે છે. જેમાં છેલ્લા ઘણાં ૨૦૧૭ બાદ ભરતી કેલેન્ડર બન્યા બાદ આજ દિન સુધી કોઈ ભરતી કરવામાં આવેલ નથી
ગ્રામસેવક કેડરની ભરતી કૃષિ ડીપ્લોમા અથવા બી.આર.એસ.(એગ્રીકલ્ચર) ના આધારે કૃષિલક્ષી અભ્યાસક્રમ ધરાવતા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવે છે છતાં પણ આ કેડરને ટેકનીકલ કેડર ગણવામાં આવતી નથી અને ૨૪૦૦ ગ્રેડ પે મુજબ પગાર ચુકવવામાં આવે છે. વર્ષ ૧૯૯૬ પહેલા ગ્રામસેવક કેડરના કર્મચારીઓને પ્રથમ ઉચ્ચતર માં ૨૪૦૦ ગ્રેડ પે માંથી ૪૨૦૦ ગ્રેડ પેનું ઉચ્ચતર આપવામાં આવતું હતું.
પરતું સરકાર દ્વારા એક જ કેડરમાં ૧/૧/૯૬ પહેલાના કર્મચારી તથા ૧/૧/૯૬ પછીના કર્મચારીના ભાગલા પાડી પક્ષપાત કરી ૧/૧/૯૬ પછીના કર્મચારીઓને ૪૨૦૦ ના બદલે ૨૮૦૦ નો ગ્રેડ પે આપેલ છે. જે ઘણી જ દુઃખદ બાબત છે. જેથી રાજ્યમાં ગ્રામસેવકોની ભરતી કરવામાં આવે તેમજ ગ્રેડ પે વિસંગતતા દુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

(11:41 am IST)