Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ચોટીલા પાસે ટ્રેક રિક્ષાને ઉલાળતાં ધોરાજીના ચંદુભાઇ વાઘેલાનું મોતઃ પત્નિ-પુત્રને ઇજા

હારીજ દર્શન કરવા જતી વખતે બનાવઃ પ્રોૈઢ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૮: ચોટીલા નજીક ટ્રકે રિક્ષાને ઠોકરે ચડાવતાં ચાલક ધોરાજીના પ્રોૈઢનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નિ અને પુત્રનો ઇજા સાથે બચાવ થયો હતો. હારીજ દર્શન કરવા જતી વખતે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ ધોરાજીમાં બસ સ્ટેશન પાસે રહેતાં અને કપડાનો વેપાર કરતાં ચંદુભાઇ દેવગણભાઇ વાઘેલા (ઉ.વ.૫૦) રિક્ષામાં બેસી પોતાના પત્નિ લાભુબેન ચંદુભાઇ વાઘેલા (ઉ.૪૫) તથા પુત્ર અરવિંદ ચંદુભાઇ વાઘેલા (ઉ.૨૫) સાથે સુરેન્દ્રનગર નજીકના હારીજ ગામે દર્શન કરવા જતાં હતાં. ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ જતી વખતે ચોટીલાથી પાંચેક કિ.મી. દૂર ટ્રકે રિક્ષાને ઠોકરે લેતાં ત્રણેયને ઇજાઓ થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ અરવિંદભાઇએ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જુના કપડાનો ધંધો કરતાં હતાં. તેના પત્નિ અને પુત્રને રાજકોટમાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી.

(11:38 am IST)