Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ગિરનાર ૩, નલીયા ૫.૨ ડિગ્રી : અન્‍યત્ર ઠંડી ટાઢી પડી

લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં રાહત : ગાંધીનગર ૮, જામનગર ૮.૨, રાજકોટ ૧૦.૮ ડિગ્રી

રાજકોટ તા. ૨૮ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં રાહત થતા લોકોને હાશકારો થયો છે. આજે માત્ર ગિરનાર પર્વત ઉપર ૩ અને કચ્‍છના નલીયામાં ૫.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. જ્‍યારે અન્‍યત્ર લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને ઠંડીમાંથી રાહત મળી છે.
ગાંધીનગરમાં ૮, જામનગર ૮.૨, રાજકોટ ૧૦.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
જૂનાગઢ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : સોરઠમાં આજે ફરી ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવનને અસર થઇ હતી.
ગઇકાલે ઠંડીમાં આંશિક ઘટાડો થતાં જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૯.૭ ડિગ્રી નોંધાયું હતું પરંતુ આજે તાપમાન ૧.૭ ડિગ્રી ઘટીને ૮ ડિગ્રી નોંધાતા ઠંડીનું જોર વધ્‍યું હતું.
જૂનાગઢના ગિરનાર પર આજે ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન થઇ કાતિલ ઠંડી અનુભવાઇ હતી.
સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. ૪.૮ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૨૪.૬ મહત્તમ, ૧૦.૨ લઘુત્તમ, ૬૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.
ક્‍યાં કેટલી ઠંડી
શહેર    લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત    ૩.૦    ડિગ્રી
નલીયા    ૫.૨    ,,
જુનાગઢ    ૮.૦    ,,
જામનગર    ૮.૨    ,,
અમદાવાદ    ૯.૮    ,,
વડોદરા    ૮.૪    ,,
ભાવનગર    ૧૪.૨    ,,
રાજકોટ    ૧૦.૮    ,,
ભુજ    ૯.૮    ,,
દમણ    ૧૬.૨    ,,
ડીસા    ૮.૬    ,,
દીવ    ૧૪.૮    ,,
દ્વારકા    ૧૪.૫    ,,
ગાંધીનગર    ૮.૦    ,,
કંડલા    ૧૦.૫    ,,
વેરાવળ    ૧૪.૯    ,,
ઓખા    ૧૮.૨    ,,
પોરબંદર    ૧૦.૪    ,,
સાસણ ગીર    ૧૦.૮    ,,
સુરત    ૧૪.૬    ,,


 

(11:15 am IST)