Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભાવનગરના સનેસ ગામે અજાણ્યા ૬ શખ્સોએ વૃધ્ધને માર માર્યોઃ ઘરમાંથી અડધો લાખ લૂંટી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૮: ભાવનગરનાં ભાલ પંથકમાં આવેલ સનેસ ગામે રહેતા પટેલ ખીમજીભાઇ તળશીભાઇ જાજાડીયા ઉ.વ.૭૦ મોડી રાત્રે તેના ઘરે સુતા હતા ત્યારે અજાણ્યા પાંચથી ૬ શખ્સોએ તેના મકાનની વંડી ટપી અંદર પ્રવેશી તેને ઢીકાપાટુનો તેમજ ધોકા વડે માર મારી રૂ.૪૮ હજાર રોકડા તથા મોબાઇલ મળી કુલ રૂ.૫૦ હજારની મત્તાની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. આ અંગે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:26 am IST)