Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન તથા પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ દ્વારા ધોરાજી સહિત ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાયુ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા. ૨૮ :રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠનના ભરતભાઈ મૂછડીયા યોગેશભાઈ ભાસાની આગેવાની હેઠળ સોમવારે દલિત યુવા વિકાસ સંગઠન અને પશ્યિમ ભારત મજદૂર અધિકાર મંચ દ્વારા અને સાથી સંગઠનોના માધ્યમ થી ધોરાજી ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં માં લઘુતમ વેતન ધારાનું અમલીકરણ થાય તે મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં ખેત મજદૂરો કડિયા મજદૂર ઇંટ ભઠ્ઠા મજદૂર અસંગઠિત ક્ષેત્રના મજદૂરો લઘુત્ત્।મ વેતન ધારા પ્રમાણે મજદૂરી મળે તેમાટે કડક વલણમાં દરેક જિલ્લા મથકે આવેદનપત્ર આપી જણાવેલ કે તેનું અમલિકરન થાય અને જો નહીં થાય તો આવનારા સમય ગાંધીનગર ખાતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશના દરેક રાજય ના સામાજિક સંગઠનો દ્વારા ધરાણા પ્રદશન કરવામાં આવશે .

આખા ગુજરાત આ તા. ૨૪/૧/૨૦૨૨ ના આવેદન આપવાના કાર્યકમમાં મજદૂર અધિકાર મંચના સ્ટેટ લીડર સમ્રાટ અશોકજી દ્વારા તથા તેમની ટીમ દ્વારા સંકલન કરી પુરા ગુજરાત લડત ઉપાડેલ છે કે મજદૂરોના અધિકાર માટે તેને લઘુતમ વેતન પૂરું મળે તથા કોઈ પણ સ્થળે પલાયન કરીને મજદૂર જાય છે ત્યાં તેને પૂરતી રહેવાની સગવડ મળે તેની સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર તેને રોજગારી મળે અને કોઈ પણ અકસ્માત થાય તો તેને સરકારી ધારા ધોરણ પ્રમાણે તેને વળતર મળે અને તે અકસ્માતના જવાબદાર વ્યકિત સામે કાર્યવાહી થાય તે મજદૂરો ને બાળકોને પૂરતું પૌષ્ટિક ભોજન મળે સ્વાસ્થ સેવા ઉપલબ્ધ થાય તેમજ તેના ભણતર માટે સગવડ ઉભી થાય કોઈ પણ મહિલા સામે કયારેય દૂર વ્યવહાર ન થાય તેના માટેની લડત કરી તેને મદદ થાય તેવા પ્રયાસો પશ્ચિમ ભારત મજદૂર અધિકાર મંચ અને રાજકોટ જિલ્લા દલિત યુવા વિકાસ સંગઠન તેમજ સામાજિક પરિવર્તન મંડળ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા લડત કરે છે તેના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં આવેદન આપીને રજુઆત કરી હતી.

(10:09 am IST)