Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ચુડાના મોરવાડ ગામની યુવતી અને ધોળકાના ગાંગડ ગામના યુવકે પ્રેમ સંબંધમાં આત્‍મહત્‍યા કરી

વઢવાણ,તા. ૨૭: સુરેન્‍દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આત્‍મહત્‍યાના બનાવો સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધુ એક પ્રેમી પંખીડાએ આત્‍મહત્‍યા કરી લીધી તેવા સંજોગોમાં જિલ્લામાં વારંવાર ખેતર વાડી વિસ્‍તાર ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશો મળી આવતી હોવાના બનાવો પણ સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં બે પ્રેમી પંખીડાઓએ ગાંગડ ગામની સીમમાં વાડીમાં આવેલા ઝાડ ઉપર લટકી અને આત્‍મહત્‍યા કરી લીધી છે.
પ્રેમ સંબંધમાં આત્‍મહત્‍યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં તારણ મળી રહ્યું છે ચુડા તાલુકાના મોરવાડ ગામની યુવતી અને ધોળકા તાલુકાના ગાંગડ ગામના યુવકે પ્રેમ સંબંધમાં આત્‍મહત્‍યા કરી લીધી છે ઝાડ ઉપર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને મોતને વ્‍હાલુ કર્યુ છે પ્રેમના કોડ પૂરા ન થતા બંનેએ મોતનો રસ્‍તો પસંદ કર્યો છે અને ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે. આ બાબતની જાણકારી પોલીસને થતાં તાત્‍કાલિક વાડી વિસ્‍તારમાં દોડી  જઇ બંનેની લાશોને ઝાડ ઉપરથી નીચે ઉતારી અને પીએમ માટે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી બંનેના પરિવારજનોને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે.
ત્‍યારે આ મામલે પરિવારજનો પણ યુવક અને યુવતી ગુમાવ્‍યા હોવાના પગલે શોકમગ્ન બન્‍યું છે.


 

(11:01 am IST)