Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પાટડીનાં માલવણમાં ૮ ચકલીઓના મોતઃ બર્ડફલુની શંકાએ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલવણ ખાતે દલિત વાસમાં લીમડાના ઝાડ નીચે આ ચકલીઓ ટપોટપ તરફડીયા મારી અને મરી જતા આ અંગેની જાણકારી ખોડાભાઈ રાઠોડે બજાણા ઘુડખર અભ્યારણ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ રાઠવાની સૂચનાથી દલસુખભાઈ સહિતની ટીમ દ્વારા તાકિદે દ્યટનાસ્થળે દોડી જઈ ચકલીઓના બજાણા કેર સેન્ટ્રલ લાવવામાં આવ્યા બાદ ધાંગધ્રા વેટરનીટી ડોકટર પ્રીતેશ પટેલ પાસે લઈ જવામાં આવ્યા બાદ બ્લડ નિદેશર્થ વચ્ચે પાંચ પાંચ ચકલીઓ ના સેમ્પલ સુરેન્દ્રનગર પશુરોગ સંશોધન એકદમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

આ અંગે બજાણા ગામના જીવદયાપ્રેમીઓ ખોડાભાઈ રાઠોડે જણાવ્યું કે દલિત વાસમાં લીમડાનું ઝાડ આવેલું છે જેમાં અસંખ્ય ચકલીઓ રહે છે ત્યારે અચાનક મોતને ભેટ્યા બાદ બે દિવસમાં આઠ ચકલીઓના મોત થયા છે આ અંગેની બજાણા ઘુડખર અભ્યારણ વિભાગ રચના ફોરેસ્ટ ઓફિસર અનિલભાઈ રાઠવાને જાણ કરતા તેમણે જણાવ્યું કે અમારી ટીમ દ્વારા માંડવાળ દલિત વાસ માંથી બાજે પાંચ મૃત ચકલીઓ બજાણા લાવી ધાંગધ્રા વેટરનીટી ડોકટર પાસે લઈ જવામાં આવી હતી અને જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

(2:59 pm IST)