Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં કુશળતાપૂર્વક કામ કરનારા પોલીસ કર્મચારીઓનું સન્માન

પ્રજાસત્તાક પર્વમાં કલેકટર સહિતના અધિકારીઓએ કામગીરી બિરદાવી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૮ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં પોલીસ વિભાગમાં ખુબ જ સુંદર કામગીરી કરીને ગુનાઓ ડીટેકટ કરવામાં તથા કામગીરીમાં ખુબ જ બાહોશ રીતે અને કુશળતાથી કરવા બદલ ગઇકાલે પ્રજાસતાક પર્વનો દિને આ અધિકારીઓ કર્મચારીઓનું સન્માન પ્રમાણપત્ર આપીને કરાયુ હતુ.

દેવભુમિ જિલ્લા એલસીબી, પી.આઇ. શ્રી  જે.એમ.ચાવડા, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઇ. એ.ડી. પરમાર, એ.એસ.આઇ. એલસીબી સજુભા જાડેજા, હે.કો. એલસીબી મનારીભાઇ તારવાડીયા, હે.કો. એલસીબી જેસલસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા તથા એસઓજીના એએસઆઇ મામાભાઇ બ્લોચનું સન્માન જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, એસપી સુનીલ જોશી તથા ડીડીઓ શ્રી ડી.જે.જાડેજાના હસ્તે કરાયુ હતુ.

(1:18 pm IST)